salman khan and aishwarya rai bachchan dating days pics gone viral
  • Home
  • Featured
  • Photos: ફરી એકવાર સોશિયલ મીડિયામાં છવાઈ સલમાન અને ઐશ્વર્યાની જુની તસવીરો

Photos: ફરી એકવાર સોશિયલ મીડિયામાં છવાઈ સલમાન અને ઐશ્વર્યાની જુની તસવીરો

 | 3:44 pm IST

સલમાનનું નામ આવતાની સાથે જ તેની સાથે જોડાયેલી અભિનેત્રીઓ આપણને યાદ આવી જાય સલમાનનું નામ આવે અને ઐશ્વર્યાને યાદ ન કરવામાં આવે તો નવાઈ. હાલ સોશિયલ મીડિયા પર સલમાનની સાથે ઐશ્વર્યાની તસવીરો ખુબજ વાયરલ થઈ રહી છે. જે તેમના ડેટિંગ સમયની છે. આ તસવીરોમાં સલમાન અને એશ એક સાથે રિલેક્શ થઈને બેઠેલાં જોવા મળે છે. તેમની આ તસવીરો ખુબજ ચર્ચામાં છે.

ઐશ્વર્યા અને સલમાનની નજદિકી ખુબજ ચર્ચામાં રહી હતી

આ તસવીરો એ સમયની છે જેમાં ઐશ્વર્યા અને સલમાનના સંબંધો ખુબજ ચર્ચામાં રહ્યા હતા. મીડિયા રિપોર્ટનું માનીએતો સલમાન અને ઐશ્વર્યાનું અફેર 1997માં શરૂ થયુ હતુ ત્યારે સલમાન પાકિસ્તાની એકટ્રેસ સોમી અલીને ડેટ કરી રહ્યો હતો. કહેવાય છે કે સોમીને જ્યારે સલમાન સાથે ઐશ્વર્યાની નજીક આવવાના સમાચાર મળ્યા ત્યારે તેણે સલમાનને છોડી દીધો હતો.

પોતાના સંબંધોને લઈને બંને હતા ખુબજ ગંભીર. કહેવામાં આવે છે કે સંજય લીલા ભણસાળીની ફિલ્મ ‘હમ દિલ દે ચુકે સનમ’ વખતે બંને એક બીજાની ખુબજ નજીક આવ્યા હતા. તેમની વચ્ચે થોડા સમયમાં જ પ્રોબ્લેમ શરૂ થઈ ગયા. સલમાનને સતત ઐશ્વર્યા પર શક રહેતો હોવાથી તેમની વચ્ચે પ્રોબ્લેમ શરૂ થયો હતો. એક રિપોર્ટ અનુસાર સલમાનના સ્વભાવથી તંગ આવી ઐશ્વર્યાએ પોતાનો રસ્તો અલગ કરી લીધો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન