દેશભરમાં મોટાપાને લીધે ફજેતી થયેલ દોલતરામની થઇ ગઇ કાયાપલટ, જુઓ એક ક્લિક પર - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • દેશભરમાં મોટાપાને લીધે ફજેતી થયેલ દોલતરામની થઇ ગઇ કાયાપલટ, જુઓ એક ક્લિક પર

દેશભરમાં મોટાપાને લીધે ફજેતી થયેલ દોલતરામની થઇ ગઇ કાયાપલટ, જુઓ એક ક્લિક પર

 | 10:23 am IST

એક ટ્વિટ કોઇ વ્યક્તિનું આખેઆખું જીવન બદલી શકે છે. આવું જ કંઇ મધ્યપ્રદેશના ઇન્સપેક્ટર દોલતરામની સાથે થયું. દોલતારમની ઉભરી આવેલા મોટા પેટવાળી તસવીર લેખિકા શોભા ડેએ ટ્વિટર પર પોસ્ટ કરીને તેની મજાક કરી હતી. ત્યારબાદ મુંબઇમાં દોલતરામની બેરિયાટિક સર્જરી થઇ. હવે દોલતરામ શોભા ડેને મળીને તેમનો આભાર માનવા માંગે છે.

ગયા વર્ષે તેમનુ વજન 180 કિલોગ્રામ હતું, તેનું વજન એક વર્ષમાં 65 કિલોગ્રામ ઘટાડ્યું છે. દોલતરામની સર્જરી એક જાણીતા બૈરિયાટિક સર્જન ડૉ.મુફ્ફજલ લાકડાવાલાએ સૈફાઇ હોસ્પિટલમાં કરી છે. દોલતરામનું હજુ 30 કિલોગ્રામ વજન ઘટાડવાનું છે.

મુંબઇમાં રૂટીન ચેકઅપ માટે પહોંચેલા જોગાવત વજન ઘટતા સર્જરી બાદ બદલાઇ ચૂકયા છે. તેમના ચહેરા પર આત્મવિશ્વાસ ઝળકી રહ્યો છે. હવે તેમનું વજન 115 કિલોગ્રામ છે. જોગાવતે કહ્યું કે ડૉકટર્સે સર્જરી માટે એકપણ રૂપિયાની ફી લીધી નથી. તેમણે આગળ કહ્યું કે જો ટ્વિટર પર તેમની તસવીરની મજાક ના થઇ હોત તો કદાચ આજે આ સર્જરી થઇ શકી ના હોત. આ બધું હું શોભા ડેના લીધે જ શકય થયું છે, આથી હું તેમનો આભાર માનવા સહ પરિાવાર જઇશ.

ઉલ્લેખનીય છે કે 21 ફેબ્રુઆરી,2017ના રોજ જાણીતા લેખિકા શોભા ડે એ ટ્વિટર પર દોલતરામની તસવીર પોસ્ટ કરા લખ્યું હતું “હેવી બંદોબસ્ત ઇન મુંબઇ ટુડે”. આ પોસ્ટ બાદ ઘણો વિવાદ સર્જાયો હતો. મુંબઇ પોલીસે કહ્યું હતું કે દોલતરામ જોગાવત મુંબઇ પોલીસના ઇન્સપેક્ટર નથી. આજે શોભાડે જોગાવત માટે ખુશ છે.

બીજીબાજુ ડૉ.લાકડાવાલાએ કહ્યું કે દોલતરામની અનુશાસન અને માનસિક સ્થિતિને શ્રેય આપવામાં આવે છે. તેમણે કહ્યું કે દોલતરામની ફેટ ઘટાડવી સરળ નહોતી. સર્જરી બાદ દોલતરામે ડાયટને બરાબર ફૉલો કર્યો. તે જ્યારે પહેલી વખત આવ્યા ત્યારે તેમનું બ્લડ શુગર અસ્થિર હતું. તેમને કોલેસ્ટ્રોલ, હાઇપરટેન્શન, સ્લીપ એપનિયા, સાંધાના દુ:ખાવ સહિત કેટલીય બીમારીઓ હતી. આ તમામ સમસ્યાઓ તેમના વધુ વજનના લીધે હતી. હવે તેમના તમામ રિપોર્ટ્સ સામાન્ય છે.