mp indore administration demolished a four storied illegal building
  • Home
  • Featured
  • VIDEO: નોટિસ મોકલવા છતાં કોઈ માન્યુું નહીં, 10 સેકન્ડમાં 4 માળની બિલ્ડીંગના ભૂક્કા બોલાવી દીધા

VIDEO: નોટિસ મોકલવા છતાં કોઈ માન્યુું નહીં, 10 સેકન્ડમાં 4 માળની બિલ્ડીંગના ભૂક્કા બોલાવી દીધા

 | 10:38 am IST

ગેરમાન્ય રીતે બનાવવામાં આવેલી ઈમારતોને ધ્વસ્ત કરવામાં ઈન્દોર સરકાર જરાય પાછી પાની કરતી નથી અને હવે તો એક મુહીમ ઉપાડી છે. ઈન્દોર નગર નિગમએ શુક્રવારે એક ચાર માળની ઈમારતને વિસ્ફોટ કરીને ભોંય ભેગી કરી નાખી અને જેનો વીડિયો હવે ચોમેર વાયરલ થઈ રહ્યો છે. આઈએમસીના એક અધિકારીએ જણાવ્યું કે, ન્યાય નગર એક્સટેન્શનમાં બનેલા આ ભનવવા માલિકને 15 જાન્યુઆરીએ નોટિસ આપીને હટાવવાનું કહ્યું હતું પરંતુ એવું કશું થયું નહી.

ત્યારબાદ સરકારે એક્શન લીધા અને વિસ્ફોટ લગાવી ઈમારતને ઉડાડી દીધી. વિસ્ફોટ એટલો ધમાકેદાર હતો કે 10 જ સેકન્ડમાં ચાર માળની બિલ્ડીંગ જમીનદોસ્ત થઈ ગઈ. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઈમારત સરકારના કાયદા કાનુન વિરુદ્ધમાં બનાવામાં આવી હતી, જેથી કરીને તેને ભોંય ભેગી કરવી પડી. જુઓ અહીં આ વીડિયોમાં કે કઈ રીતે એક જ મિનિટમાં ઈમારતના ભૂક્કા બોલાવી દીધા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન