mp-kamal-nath-and-scindia-online-posters
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કોંગ્રેસમાં કલેશ: રહસ્યમય પોસ્ટર વૉરમાં આ 2 દિગ્ગજ નેતા સામસામે

કોંગ્રેસમાં કલેશ: રહસ્યમય પોસ્ટર વૉરમાં આ 2 દિગ્ગજ નેતા સામસામે

 | 10:00 am IST

મધ્યપ્રદેશમાં આગામી ચાર મહિનામાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. અત્યારે ચૂંટણીઓની તારીખ જાહેર થઈ નથી અને કોંગ્રેસે મુખ્યમંત્રી પદના દાવેદારોને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે. હવે અમુક ઓનલાઈન પોસ્ટર્સ પણ આ ઈશારો કરી રહી છે. ચૂંટણી પહેલા જાહેર થયેલા પોસ્ટર્સમાં કોંગ્રેસ સાંસદ જ્યોતિરાદિત્ય સંધિયા અને સીનિયર નેતા કમલનાથને સીએમ પદના ઉમેદવારના રૂપમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની સાથે દેખાડવામાં આવ્યા છે.

આ પોસ્ટર્સ એવા સમયે સામે આવ્યું છે, જ્યારે કોંગ્રેસ રાજ્યમાં પાર્ટીની એકજૂટતા સાબિત કરવાની કોશિશમાં લાગેલી છે. સિંધિયા અને કમલનાથ ખુદ પણ આ સંદેશ આપવાની કોશિશમાં રહે છે કે પાર્ટીની અંદર બધું બરાબર ચાલી રહ્યું છે. એવામાં આ પોસ્ટર્સ સોશિયલ મીડિયાના સહારે પાર્ટીની કોશિશો પર પાણી ફેરવી શકે છે. જો કે, પાર્ટીએ આવા પોસ્ટર જાહેર કરવાની શંકા ભારતીય જનતા પાર્ટી (બીજેપી) પર લગાવી છે.

રાહુલ સંગ જોવા મળ્યા સંધિયા-કમલનાથ
એમપી યુવા કોંગ્રેસ વિચાર મોર્ચા નામના ફેસબુક પેજ #KamalnathNextMPCM હેશટેગની સાથે સૂત્ર આપવામાં આવ્યું છે, ‘રાહુલ ભઈયાનો સંદેશ, કમલનાથ સંભાળો પ્રદેશ’! સિંધિયાનું પોસ્ટર ક્યાંથી શરૂ થયું તે વાતની જાણ થઈ શકી નથી. જો કે, ‘શ્રીમંત સિંધિયા ફેન ક્લબ’ નામના ફેસબુક પેજની વાત છે. સિંધિયાના પોસ્ટર પર લખેલું છે- ‘દેશમાં ચાલશે વિકાસની આંધી, પ્રદેશમાં સિંધિયા, કેન્દ્રમાં રાહુલ ગાંધી!

બીજેપી પર આરોપ
કોંગ્રેસના રાજ્ય પ્રવક્તા પંકજ ચતુર્વેદીએ જ્યોતિરાદિત્ય સિંધિયા અને કમલનાથની વચ્ચે સોશિયલ મીડિયા પર પોસ્ટર વૉરનો ઈનકાર કર્યો છે. તેમને કહ્યું, કોને કીધું છે કે આ લોકો (પોસ્ટર બનાવનાર) કોંગ્રેસ સમર્થક છે. આ ભારતીય જનતા પાર્ટીના લોકો હોઈ શકે છે જે લોકો અને પાર્ટી કાડરની વચ્ચે ભ્રમ પેદા કરવાની કોશિશ કરી રહ્યા છે.