NIFTY 10,296.20 +81.45  |  SENSEX 33,395.73 +288.91  |  USD 64.9700 -0.35
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • BJPના મંત્રીએ જ GST મુદ્દે ભાંગરો વાટ્યો, સામે આવ્યો Video

BJPના મંત્રીએ જ GST મુદ્દે ભાંગરો વાટ્યો, સામે આવ્યો Video

 | 11:41 am IST

ગુડઝ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ને લઇ દેશભરમાં ચર્ચા સામાન્ય છે. વેપારીઓની નારાજગીના લીધે કેન્દ્ર સરકાર બૈકફૂટ પર છે તો બીજીબાજુ ભારતીય જનતા પાર્ટી (ભાજપા)ને ગુજરાત ચૂંટણીની ચિંતા સતાવી રહી છે. ગુવાહાટીમાં જીએસટી કાઉન્સિલની બેઠક દરમ્યાન કેટલાંક અગત્યના ફેરફાર થઇ શકે છે અને લોકોને રાહત મળી શકે છે. આ બધાની વચ્ચે મધ્યપ્રદેશ સરકારના મંત્રીનું કહેવું છે કે તેઓ ખુદ જીએસટીને સમજી શકયા નથી, બધો સમજ-સમજનો ખેલ છે.

મધ્યપ્રદેશ સરકારમાં મંત્રી ઓમ પ્રકાશ ધુર્વેએ એક બેઠક દરમ્યાન કહ્યું કે જીએસટી હું પોતે જ સમજી શકતો નથી, તો આ સંબંધમાં હું કંઇ નહીં બોલું. મોટા-મોટા સીએ સમજી શકતા નથી, વેપારી નથી સમજી શકતા. સમજ-સમજનો ખેલ છે, ધીરે-ધીરે જ્યારે સમજાય જશે તો લોકોને ખૂબ જ સુકુન મળશે, સારું લાગશે.

ઉલ્લેખનીય છે કે જીએસટીને લઇ કૉંગ્રેસ પાર્ટી કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહી છે. પરંતુ હવે ભાજપાના ઘરમાંથી જ અવાજ ઉઠશે તો પાર્ટી માટે જવાબ આપવો મુશ્કેલ થઇ શકે છે.

તમને જણાવી દઇએ કે જીએસટી ગુજરાત ચૂંટણીમાં મોટો મુદ્દો બનીને ઉભર્યો છે. જીએસટીને જે રીતે લાગૂ કરાયો ગુજરાતના વેપારી તેનાથી નારાજ છે. ભાજપાને ડર છે કે ચૂંટણીમાં વેપારી તેના વિરૂદ્ધ ના જતા રહે. કૉંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકાર પર જીએસટીને લઇ ઘણા પ્રહારો કર્યા છે. તેમણે જીએસટીને નવું નામ ગબ્બર સિંહ ટેક્સ આપ્યું છે.

ગુવાહાટીમાં બે દિવસની જીએસટી કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. આજે બેઠકનો બીજો દિવસ છે અને કેટલાંક મોટા નિર્ણય આવી શકે છે. જીએસટી પરિષદ ઉચ્ચ ટેક્સવાળી 28 ટકાની શ્રેણીમાં આવનાર કેટલીક જરૂરી વસ્તુઓની સંખ્યા ઘટાડવા પર શુક્રવારના રોજ વિચાર કરી શકે છે.