રિતિકની 'સુપર 30' થી કુમકુમ ભાગ્યની બુલબુલ કરશે બોલિવૂડમાં એન્ટ્રી - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • રિતિકની ‘સુપર 30’ થી કુમકુમ ભાગ્યની બુલબુલ કરશે બોલિવૂડમાં એન્ટ્રી

રિતિકની ‘સુપર 30’ થી કુમકુમ ભાગ્યની બુલબુલ કરશે બોલિવૂડમાં એન્ટ્રી

 | 12:13 pm IST

ટીવીનો સુપર હિટ શો કુમકુમ ભાગ્યમાં બુલબુલનાં રોલમાં જોવા મળેલી અભિનેત્રી મૃણાલ ઠાકુર આજકાલ બોલિવૂડમાં ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. રિતિક રોશનની ફિલ્મ ‘સુપર 30’ માં મૃણાલ લીડ રોલમાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયુ છે અને સેટનાં કેટલાંક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

સૂત્રોનાં અનુસાર, ફિલ્મ ‘સુપર 30’ માં મૃણાલ રિતિકની પત્નીનો રોલ કરશે. તેને ઈન્ડો અમેરિકન ફિલ્મ ‘લવ સોનિયા’ માં કામ કર્યુ છે. આ ફિલ્મને ‘લાઈફ ઓફ પાઈ’ નાં પ્રોડ્યૂસરએ બનાવી હતી.

એવી ચર્ચામાં પણ થઈ હતી કે મૃણાલએ સલમાન ખાનની ફિલ્મ સુલ્તાન માટે ઓડિશન આપ્યું હતું પરંતુ ડિરેક્ટરએ અનુષ્કા શર્માની પસંદગી કરી હતી. આ ફિલ્મ વર્ષ 2018માં 23 નવેમ્બરએ રિલીઝ થશે. સુપર 30 નું પ્રોડક્શન ફેંટમ ફિલ્મસ અને રિલાયન્સ એન્ટરટેઈન્મેન્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું નિર્દેશન વિકાસ બહેલ કર્યુ છે.

આ ફિલ્મની કહાની બિહારમાં રહેતા આંનદ કુમાર પર આધારિત છે, જે દર વર્ષે એવા 30 બાળકોને આઈઆઈટીની ફ્રીમાં કોચિંગ આપે છે, જે ગરીબ અને પછાત વર્ગથી આવે છે. તેમણા કોચિંગથી મોટાભાગનાં વિદ્યાર્થી આઈઆઈટીમાં સિલેક્ટ થયા છે.