ms dhoni and his wife expecting their second child
  • Home
  • Sports
  • Cricket
  • શું ખરેખર ધોનીની પત્ની સાક્ષી છે પ્રેગ્નેન્ટ સોશિયલ મીડિયામાં ચર્ચા

શું ખરેખર ધોનીની પત્ની સાક્ષી છે પ્રેગ્નેન્ટ સોશિયલ મીડિયામાં ચર્ચા

 | 2:37 pm IST
  • Share

‘કેપ્ટન કૂલ’ તરીકે જાણીતા સુકાની મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) એ શુક્રવારે રાત્રે ચોથી વખત આઈપીએલનો ખિતાબ જીતવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 27 રનથી હરાવ્યો હતો. ચેન્નઈની ટીમ 2010, 2011 અને 2018 માં આઈપીએલ વિજેતા પણ રહી હતી.

દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ચેન્નાઈએ ટોસ હારીને પહેલા બેટિંગ કરીને ત્રણ વિકેટ પર 192 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો અને પછી, તેમના બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે કોલકત્તાને નવ વિકેટે 165 રન પર રોકી દીધુ હતુ ચેન્નાઇની આ યાદગાર જીત બાદ સ્ટેડિયમમાં હાજર કેપ્ટન ધોનીની પત્ની સાક્ષી ધોની ખુશીથી ઉછળી પડી હતી. સાક્ષીએ ચેન્નાઈ જીત્યાની સાથે જ તેની આસપાસના તેના ખાસ લોકોને ભેટી પડી હતી.

સાક્ષી જ્યારે જશ્નમાં ડૂબી તો એવુ લાગી રહ્યુ હતુ કે તે પ્રેગ્નેન્ટ છે અને માહીના ઘરે જલ્દીથી એક મહેમાન આવશે. સાક્ષી-ધોની ફરી માતા-પિતા બનવા જઇ રહ્યા છે. ચેન્નઇ ચોથી વખત ચેમ્પિયન બનતાની સાથે જ સોશિયલ મીડિયા પર સાક્ષી પ્રેગ્નેન્ટ છે તેવા સમાચાર ફેલાયા હતા.

આવા સમાચાર જલ્દી ફેલાતા હોય છે અને સોશિયલ મીડિયાની વાત માનીએ તો ધોનીના CSKના સાથી ખેલાડી સુરેશ રૈનાની પત્ની પ્રિયંકા રૈનાએ સાક્ષીના ઘરે મહેમાન આવવાની માહિતી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે સાક્ષી ચાર મહિના પ્રેગ્નેન્ટ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો