MS Dhoni becomes first indian to play 300 T20 matches
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટ જગત: T20ની 300 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડીનો તાજ આ મહાન ક્રિકેટરના શીરે

ક્રિકેટ જગત: T20ની 300 મેચ રમનાર પ્રથમ ભારતીય ખેલાડીનો તાજ આ મહાન ક્રિકેટરના શીરે

 | 5:19 pm IST

મહેન્દ્ર સિંહ ધોનીએ રવિવારે પોતાના નામે વધુ એક સિદ્ધિ નોંધાવી છે. ન્યૂઝિલેન્ડ સામે સીરીઝમાં ત્રીજા અને છેલ્લા ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં ધોની ટી-20 ફોર્મેટમાં 300 મેચ રમનારા પ્રથમ ભારતીય ખેલાડી બની ગયા છે.

ધોની 12માં એવા ખેલાડી બની ગયા છે જેમણે 300થી વધારે ટી-20 મેચ રમી છે. ધોની ઇંગ્લેન્ડના રાઇટની સાથે બરાબરી પર સૌથી વધારે મેચ રમનારા ખેલાડીઓની લીસ્ટમાં 12માં સ્થાન પર છે.

ધોનીએ તેની ટી-20 કેરિયર દરમિયાન 6136 રન બનાવ્યા છે. તેમની બેટીંગ સરેરાશ 38.35ની રહી છે. તેમાં 24 હાફ સેન્ચુરી નોંધાયેલ છે.

298 મેચ(ન્યૂઝિલેન્ડ સામેની ત્રીજી ટી-20 ઇન્ટરનેશનલને સામેલ કરી લઇએ તો) રોહિત 298 મેચોની સાથે ભારતીય ખેલાડીઓની લિસ્ટમાં બીજા નંબરે આવશે.

વેસ્ટઇન્ડિઝના ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડ 446 મેચોની સાથે આ લિસ્ટમાં પ્રથમ ક્રમાંક પર છે. પોલાર્ડએ આ સ્થાન પર આવવા 8753 રન બનાવ્યા છે. તેમાં એક સેન્ચુરી અને 43 હાફ સેન્ચુરી છે.