MS Dhoni Breaks Security For Meeting His Special Fan
  • Home
  • Featured
  • એમએસ ધોનીની દરિયાદિલી જોઇને કહી ઉઠશો ‘માહી જૈસા કોઈ નહીં’

એમએસ ધોનીની દરિયાદિલી જોઇને કહી ઉઠશો ‘માહી જૈસા કોઈ નહીં’

 | 1:12 pm IST

ભારત અને વેસ્ટઇન્ડીઝ વચ્ચેની પાંચમી વનડે મેચમાં ભારતે વેસ્ટઇન્ડીઝને 9 વિકેટે હરાવી દીધું હતુ. આ મેચ કેરળનાં તિરૂવનંતપુરમમાં રમાઈ હતી. આ મેચ પહેલાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોને જોઇને તમે પણ ઇમોશનલ થઈ જશો. એમએસ ધોની સુરક્ષાને તોડીને બાળકને મળવા પહોંચે છે. ભારતીય ટીમ હોટલથી સ્ટેડિયમ તરફ મેચ રમવા જઈ રહી હતી.

એમએસ ધોનીને મળવા ‘ધ લીલા હૉટલ’ની બહાર એક સ્પેશલ બાળક બેઠું હતુ. ટીમ ઇન્ડિયા જેવી બસમાં ચડવા પહોંચી તો ધોની સુરક્ષા ઘેરો તોડીને બાળકને મળવા પહોંચ્યો હતો. ધોનીએ બાળક સાથે ફૉટો ક્લિક કરાવી હતી. બાળક વારંવાર તેમને થેંક્યૂ કહી રહ્યો હતો. ધોનીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.