MS Dhoni come back to Home after Army Duty in Kashmir
  • Home
  • Sports
  • Cricket
  • સેનાની ટ્રેનિંગથી ઘરે આવ્યો MS ધોની છતા પત્ની સાક્ષી છે પરેશાન, જાણો શું છે કારણ

સેનાની ટ્રેનિંગથી ઘરે આવ્યો MS ધોની છતા પત્ની સાક્ષી છે પરેશાન, જાણો શું છે કારણ

 | 4:15 pm IST

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ગુરુવારે રાતે રાંચીમાં આવેલ તેના ઘરે પરત ફર્યો છે. સેનાની ટ્રેનિંગ બાદ ધોની પહેલીવાર રાંચી આવ્યો છે. આ દરમિયાન એરપોર્ટ પર ધોનીની એક ઝલકને જોવા માટે ફેન્સનું ભારે હુજુમ જોવા મળ્યું. ધોનીએ ફેન્સ સાથે સેલ્ફી પણ લીધી.

મીડિયા રિપોર્ટ મુજબ ધોની સાથે તેની પત્ની સાક્ષી પણ નજરે આવી હતી. ઉલ્લેખનીય છે કે ધોની વર્લ્ડ કપ 2019 બાદ કાશ્મીરમાં ભારતીય સેના સાથે ડ્યૂટી પર હતો. ધોનીએ સેનાની વિક્ટર ફોર્સ સાથે 15 દિવસની ટ્રેનિંગ પણ કરી હતી. આ ટ્રેનિંગ દરમિયાનની ધોનીના કેટલાક ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. સેનામાં રહી ધોનીએ પેટ્રોલિંગ, ગાર્ડ અને પોસ્ટ ડ્યૂટીની જવાબદારી સંભાળી હતી.

આપને જણાવી દઈએ કે તાજેતરમાં ધોનીની પત્ની સાક્ષી ધોનીએ ઝારખંડ સરકારના ઝીરો પાવર કટના દાવાની પોલ ખોલી છે. વાસ્તવિકતા સરકારના દાવાથી ખૂબ જ દૂર છે. ગુરૂવારના રોજ સાક્ષીએ વીજળી કાપને લઇ ટ્વીટ કરી જેમાં લખ્યું કે રાંચીના લોકો દરરોજ વીજળી કાપનો અનુભવ કરે છે. તેની રેન્જ ચારથી સાત કલાકની હોય છે. સાક્ષીએ સાંજે 4.37 વાગ્યે પોતાની ટ્વીટમાં પાંચ કલાકથી વીજળી ના હોવાનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે વીજળી કાપનું કોઇ કારણ નથી. હવામાન સારું છે અને કોઇ તહેવાર પણ નથી.

આ વીડિયો પણ જુઓ: નવલી નવરાત્રી, શીખો ગરબાના અવનવા સ્ટેપ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન