MS Dhoni crying after Out Video Goes Viral on Social Media
  • Home
  • Sports
  • Cricket
  • Video: ભારતની હાર પર ધોની રડ્યો! આ ખાસ પળ કેમેરામાં થઈ કેદ

Video: ભારતની હાર પર ધોની રડ્યો! આ ખાસ પળ કેમેરામાં થઈ કેદ

 | 11:28 am IST

વર્લ્ડ કપ 2019ના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયા 18 રનથી હાર્યા બાદ સોશિયલ મીડિયા પર ફેન્સની અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. કેટલાક ફેન્સ ટીમના ખેલાડીઓના પ્રદર્શનની ટીકા કરી રહ્યા છે જ્યારે કેટલાક ફેન્સ ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાના પ્રદર્શનને વખાણી ખેલાડીઓની તરફેણમાં પોસ્ટ કરી રહ્યા છે.

આ દરમિયાન પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. જેમાં તેઓ રન આઉટ થયા બાદ પેવેલિયન જતા દેખાઈ રહ્યો છે. આ વીડિયોમાં ધોની ઇમોશનલ દેખાઈ રહ્યો છે અને આંખોમાંથી આંસૂ નીકળતા હોય એમ લાગી રહ્યું છે. ધોનીના આ વીડિયોને ફેન્સ પોસ્ટ કરી ધોનીના સપોર્ટમાં આવ્યા છે. જ્યારે ટ્વીટર પર #ThankYouMSD ટ્રેડિંગમાં પણ છે.

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ કપના પહેલા સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડે ભારતને 240 રનનો લક્ષ્ય આપ્યો હતો. જેને ભારત પાર કરવામાં નિષ્ફળ રહ્યું અને ટુર્નામેન્ટમાંથી બહાર થયું છે. આ મેચ દરમિયાન માર્ટિંન ગુપ્ટિલે ડાયરેક્ટ થ્રો કરી મહેન્દ્ર સિંહ ધોનીને રન આઉટ કર્યો હતો. જેના પછી ટીમ ઈન્ડિયાની હાર નિશ્ચિત થઈ હતી. ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડીઓ જેમ કે સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, વિરેન્દ્ર સહેવાગ, વી.વી.એસ લક્ષ્મણે પણ ટીમની હાર પર પ્રતિક્રિયા આપી છે. વર્લ્ડ કપમાં ટીમના પ્રદર્શનને વખાણી કેટલીક સલાહ પણ આપી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન