ભારતના આ ખેલાડીએ કર્યો ખુલાસો, કોહલી વિરુદ્ધ ધોની અને કર્સ્ટને રચ્યું હતું કાવતરું - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ભારતના આ ખેલાડીએ કર્યો ખુલાસો, કોહલી વિરુદ્ધ ધોની અને કર્સ્ટને રચ્યું હતું કાવતરું

ભારતના આ ખેલાડીએ કર્યો ખુલાસો, કોહલી વિરુદ્ધ ધોની અને કર્સ્ટને રચ્યું હતું કાવતરું

 | 4:58 pm IST

ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન અને ટીમ ઇન્ડિયાના મુખ્ય પસંદગીકાર રહી ચૂકેલા દિલીપ વેંગસરકરે ખુલાસો કર્યો છે કે, વર્ષ 2008માં તત્કાલીન કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અને કોચ ગેરી કર્સ્ટન વિરાટ કોહલીને ભારતીય ટીમમાં સામેલ કરવાના પક્ષમાં નહોતા.

વેંગસરકરે આ ઉપરાંત એ પણ દાવો કર્યો છે કે, તેમને મુખ્ય પસંદગીકારના પદેથી એટલા માટે હટાવી દીધો હતો કારણ કે, મેં આઈપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના એક ખેલાડીને ભારતીય ટીમમાંથી બહાર કરી દીધો હતો.

તેમનાં સ્થાને શ્રીકાંતને મુખ્ય પસંદગીકાર બનાવી દીધો હતો. વેંગસરકરના મતે ભારતીય ટીમ આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમવા માટે શ્રીલંકા જનાર હતી ત્યારે મને લાગ્યું કે, કોહલીને ટીમમાં સામેલ કરવો જોઇએ.

મારી સાથે બાકીના ચાર પસંદગીકારો પણ સહમત થયા હતા પરંતુ કોચ ગેરી કર્સ્ટન અને કેપ્ટન ધોનીએ અનિચ્છા દર્શાવી હતી કારણ કે, તેઓએ કોહલીને રમતાં ખાસ જોયો નહોતો. મેં તેઓને કહ્યું કે, તેને રમતાં જોયો છે અને તેને ટીમમાં સામેલ કરવો જોઇએ. કોચ અને કેપ્ટન બદરીનાથને ટીમમાં સામેલ કરવા માગતા હતા કારણ કે, તે ચેન્નઈ સુપર કિંગ્સનો ખેલાડી હતો જો કોહલીને સામેલ કરાય તો બદરીનાથને બહાર કરવો પડે.

તે વખતે શ્રીનિવાસન ટ્રેજર હતા. બદરીનાથને બહાર કરતાં તેઓ નારાજ થયા હતા. બીજા દિવસે શ્રીનિવાસન શ્રીકાંતને શરદ પવાર પાસે લઈ ગયા હતા જેઓ તે વખતે બોર્ડના અધ્યક્ષ હતા અને તે દિવસે પસંદગીકાર તરીકે મારા કાર્યકાળનો અંત થઈ ગયો હતો.