NIFTY 10,141.15 -6.40  |  SENSEX 32,400.51 +-1.86  |  USD 64.2600 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીને સુપ્રિમ કોર્ટે ‘વિષ્ણુ અવતાર’ બાબતે આપી મોટી રાહત

ધોનીને સુપ્રિમ કોર્ટે ‘વિષ્ણુ અવતાર’ બાબતે આપી મોટી રાહત

 | 5:47 pm IST

મહેન્દ્ર સિંહ ધોનીને સુપ્રિમ કોર્ટે એક મોટી રાહત આપી દીધી છે. ધોની વિરૂદ્ધ આંધ પ્રદેશના અનંતપુરની કોર્ટમાં ચાલી રહેલ ધાર્મિક ભાવનાઓને ભડકાવવાના કેસને સુપ્રિમ કોર્ટ રદ્દ કરી દીધો છે. તે સાથે જ સુપ્રિમ કોર્ટ અંગ્રેજી મેગેઝિનના એડિટર વિરૂદ્ધનો પણ કેસ ફગાવી દીધો છે. કોર્ટે આ બાબતે સુનવણી કરતાં કહ્યું કે, ધોનીએ જાણીજોઈને ભાવનાઓ ભડકાવવા માટે આ કામ કર્યું નહતું. જો ધોની વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે તો તે કાયદાની મજાક ઉડાવવી ગણાશે.

જણાવી દઈએ કે, સામાજિક કાર્યકર્તા જયકુમાર હીરમથે એચઆઈઆર નોંધાવીને આરોપ લગાવ્યો હતો કે, ધોની મેગેઝિનના મેન પેજ પર ભગવાન વિષ્ણુના રૂપમાં પોતાના હાથમાં પગરખા પકડીને નજરે પડી રહ્યો છે, જે હિન્દુ દેવતાનું અપમાન છે, અને આનાથી લોકોની ધાર્મિક લાગણી દુભાવાઈ છે. આ બાબતે મુખ્ય મેટ્રોપોલિટન મજિસ્ટ્રેટે ધોની વિરૂદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 295 (ધાર્મિક લાગણી દુભાવવા સંબંધિત) તે ઉપરાંત કલમ 34 (ઈરાદાપૂર્વક) હેઠળ કેસ નોંધવાના નિર્દેશ આપ્યા હતા. પાછળથી મજિસ્ટ્રેટને ધોનીને અદાલતમાં ઉપસ્થિત રહેવા માટે સમન રજૂ કર્યું હતુ, આના વિરૂદ્ધમાં ધોની સુપ્રિમ કોર્ટમાં ચાલ્યો ગયો હતો.

આ પહેલા 5 સપ્ટેમ્બરે પણ સુપ્રિમ કોર્ટે એક મેગેઝીનના મેન પેજ પર ભગવાનના રૂપમાં દર્શાવીને કથિત રીતે ધાર્મિક ભાવનાઓ દુભાવવા માટે મહેન્દ્રસિંહ વિરૂદ્ધ નોંધાયેલ કેસને રદ્દ કરી દીધો હતો. તે સમયે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની ખંડપીઠે ધોનીને રાહત આપતા કહ્યું હતું કે, કર્નાટકની નીચલી અદાલતે કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વગર આ ક્રિકેટરને સમન મોકલવાની ભૂલ કરી છે.