ms-dhoni-is-arrive-in-chennai-on-march-1- 2020 field leave after such a day
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીની વાપસીની અટકળોને લઇને આવ્યો હતો અંત, પરંતુ આટલા દિવસ બાદ છોડી દેશે મેદાન

ધોનીની વાપસીની અટકળોને લઇને આવ્યો હતો અંત, પરંતુ આટલા દિવસ બાદ છોડી દેશે મેદાન

 | 3:09 pm IST

ગત વર્ષે વર્લ્ડ કપના સેમીફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હાર મળ્યા બાદથી ભારતના અનુભવી વિકેટ કીપપ બેટ્સમેન એમએસ ધોની ક્રિકેટથી દૂર છે. જે બાદ તેમના ભવિષ્યને લઇને તમામ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. તેમણે મેદાનથી દૂર થયેલા આશરે 8 મહિના વીતી ગયા છે. જે બાદ વાપસીની તૈયારી કરી રહ્યા છે. આઇપીએલ 2020 સત્ર માટે ધોની એક માર્ચથી ચેન્નાઇમાં તૈયારી શરૂ કરશે. આઇપીએલની આગાજ 29 માર્ચથી થઇ રહી છે અને સીઝનનું ઉદ્ધાટન મુકાબલો ચેન્નાઇ સુપર કિંગ્સ અને મુંબઇ ઇન઼્ડિયન્સની વચ્ચે રમવામાં આવશે. સુત્ર અનુસાર ધોની એક માર્ચથી ચેન્નાઇમાં અભ્યાસ શરૂ કરશે. પરંતુ તે માત્ર બે અઠવાડિયા જ અભ્યાસ કરશે.

સુત્રો અનુસાર ધોની આશરે બે અઠવાડિયા અભ્યાસ કર્યા બાદ 4-5 દિવસ માટે ઘરે ડશે અને પછી આઇપીએલ શરૂ થયા બાદ થોડાક દિવસ પહેલા ટીમમાં જોડાશે. એટલે તે 20 કે 21 માર્ચની આસપાસ પરત ટીમથી જોડાશે. રિપોર્ટ્સ અનુસાર ધોની એક માર્ચે ચેન્નાઇ આવશે. જ્યારે સુરેશ રૈન, અંબાતી રાયડૂની સાથે ચેપકમાં અભ્યાસ કરશે. રૈના અને રાયડૂ ધોનીથી પહેલા ચેન્નાઇ પહોંચશે.

તેની સાથે જ આવું પહેલી વખત થશે. જ્યારે ધોની આઇપીએલ સીઝન શરૂ થયા પહેલા જ ચેપક પહોંચશે. આ પહેલા સુધી નેશનલ ટીમમાં હોવાના કારણે તે આઇપીએલ માટે મોડા અહીં આવી શકતા હતા. પરંતુ આ સીઝન નેશનલ ટીમથી દૂર હોવા પ તે આશરે મહિના પહેલા અહીં આવશે. સુત્રો મુજબ ગત ત્રણ અઠવાડિયાથી રૈના અને રાયડૂ અહીં ટ્રેનિંગ કરી રહ્યા હતા. પરંતુ હાલ તે પરત જઇ રહ્યા છે અને બે માર્ચથી પરત ટીમ સાથે જોડાશે. ચેન્નાઇ સુપર કિંગ્સનોઅધિકારિક કેમ્પ 10 માર્ચથી શરૂ થશે.

દરેક ટીમ લીગ રાઉન્ડમાં કુલ 14 મુકાબલા રમશે. સીએસકેનો પેહલો મુકાબલો 29 માર્ચે મુંબઇ ઇન્ડિયન્સથી થશે. જ્યારે ટીમ તેના ઘરમાં પહેલી મેચ બે એપ્રિલે રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ રમશે.

આ પણ જુઓ :ચિરિપાલની વધુ એક કપંનીમાં ફરીથી લાગી આગ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન