MS Dhoni keeps Secret of Finger Fracture Injury in WC 2019
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીના હાથના આખા પંજામાં હતી ગંભીર ઇજા, છતાંયે બધાથી છુપાવી રાખી, આ હતું કારણ

ધોનીના હાથના આખા પંજામાં હતી ગંભીર ઇજા, છતાંયે બધાથી છુપાવી રાખી, આ હતું કારણ

 | 7:54 pm IST

ઇંગ્લેન્ડ ખાતે રમાયેલ વર્લ્ડ કપ 2019 દરમિયાન પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર અને બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની એક તસવીર ઘણી વાયરલ થઈ હતી. જેમાં તેના હાથના અંગુઠામાં ગંભીર ઇજા થઈ હોવાના કારણે ખૂન નીકળતું દેખાતું હતું. ત્યારે હવે ધોનીના હાથની એક આંગળીમાં પણ ગંભીર ઇજા થઈ હોવાનું સામે આવ્યું છે.

મીડિયા સૂત્રો મુજબ ટુર્નામેન્ટમાં ભારત અને ઇંગ્લેન્ડની મેચ દરમિયાન ધોનીને હાથની એક આંગળી પર ગંભીર ઇજા થઈ હતી. આ ઇજા એટલી ગંભીર હતી કે આંગળીમાં હેયરલાઇન ફ્રેક્ચર હોવાના અનુમાન લગાવવામાં આવ્યા હતા. જોકે તેમ છતાં ધોનીએ રમત ચાલુ રાખી હતી. રિપોર્ટ મુજબ ધોનીને આંગળીમાં એટલો દુખાવો થઈ રહ્યો હતો કે તે પોતાની મુઠ્ઠી પણ બંધ કરી શકતો નહોતો. ગંભીર ઇજા બાદ પણ ધોનીએ આરામ નહોતો કર્યો અને ટીમ ઇન્ડિયાના બાકી મેચમાં પણ રમ્યો.

ધોનીએ આ ઇજા વિશે કોઈને જણાવ્યું પણ નહોતું. મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું કે ધોનીએ આ ઇજા અંગે કોઇને પણ જણાવ્યું નહોતું. કારણ જણાવતા સૂત્રે કહ્યું કે ધોની આ ઇજાને સિક્રેટ રાખવા માંગતા હતા. તેઓ આ અંગે કોઇ સાથે ચર્ચા કરવા ઇચ્છતા નહોતા. આ ઇજા અંગે કોઇને જાણ ન થાય તે માટે ધોનીએ સ્કેન પણ નથી કરાવ્યું હતું. આ પાછળનું બીજુ એક કારણ ટેરિટોરિયલ આર્મીમાં જવાનું પણ હતું. તેઓ સેનાની ટ્રેનિંગથી દૂર નહોતા રહેવા ઇચ્છતા. આપને જણાવી દઈએ કે ધોની હાલ કાશ્મીરમાં ઇન્ડિયન આર્મી સાથે સમય પસાર કરી રહ્યો છે.

આ વીડિયો પણ જુઓ: સુષ્મા સ્વરાજને PM મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન