Ms Dhoni Likely To Unfurl Tricolour In leh on Independence Day leh
  • Home
  • Sports
  • Cricket
  • સ્વતંત્રતા દિવસ પર આ જગ્યા પરથી ધોની ફરકાવશે તિરંગો

સ્વતંત્રતા દિવસ પર આ જગ્યા પરથી ધોની ફરકાવશે તિરંગો

 | 8:44 am IST

કોઈ પણ ભારતીય હોય તેના માટે સ્વતંત્રતા દિવસ ખુબજ મહત્વપૂર્ણ હોય તે સ્વાભાવિક છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેંન્દ્ર સિંહ ધોનીની દેશ દાઝથી આપણે સૌ કોઈ વાકેફ છે. પૂર્વ ભારતીય કેપ્ટન મહેંન્દ્ર સિંહ ધોની સ્વતંત્રતા દિવસના અવસર પર લદાખમાં તિરંગો ફરકાવી શકે છે.ભારતીય સેનામાં લેફટેન્ટન્ટ કર્નલની ઉપાધિ મેળવી ચુક્યા છે. ધોની આ સમયે ટેરિટોરિયલ આર્મીની સાથે જમ્મૂ કાશ્મીરમાં ડ્યૂટી પર છે.

ધોનીના ટેરિટોરિયલ આર્મીમાં કામ કરવા માટે ક્રિકેટથી બે મહિના આરામ કરી રહ્યા છે. ધોનીએ 30 જુલાઈએ ડ્યુટી સંભાળી હતી અને 15 ઓગસ્ટ સુધી પોતાની બટાલિયન સાથે લેહમાં રહેશે.

સેનાના એક અધિકારીએ કહ્યુ કે ધોની ભારતીય સેનાના બ્રાન્ડ એમ્બેસેડર છે. તે પોતાના યૂનિટના સભ્યોને પ્રેરિત કરવામાં કામમાં લાગ્યા છે. સૈનિકો સાથે ફુટબોલ અને વોલીબોલ રમી રહ્યો છે. તે કોર સાથે અભ્યાસ પણ કરી રહ્યો છે. ધોની 15 ઓગસ્ટ સુધી ઘાટીમાં રહેશે.

જો કે અધિકારીએ એ નથી કહ્યુ કે ધોની 15 ઓગસ્ટ કઈ જગ્યાએ તિરંગો લહેરાવશે. વર્લ્ડ કપમાં ભારતીય ટીમના સેમીફાઈનલથી બહાર થયા પછી ધોનીના સંન્યાસની અટકળો લગાવી હતી. ધોનીએ બે મહીના માટે પૈરાશૂટ રેજીમેન્ટની પાસે બોર્ડથી બ્રેક માંગી હતી. તે ભારતીય ટીમના વેસ્ટઈન્ડીઝ પ્રવાસમાં ભાગ લેવાનો નથી.

આ Video જુઓ: ‘STAR OF GUJARAT’ સાથે સંદેશ ન્યૂઝની ખાસ મુલાકાત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન