MS Dhoni may play Bushfire relief match with Sachin Tendulkar
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટના દિગ્ગજ સાથે ફેબ્રુઆરીમાં મેદાન પર વાપસી કરશે MS ધોની, આ મેચમાં રમશે!

ક્રિકેટના દિગ્ગજ સાથે ફેબ્રુઆરીમાં મેદાન પર વાપસી કરશે MS ધોની, આ મેચમાં રમશે!

 | 4:33 pm IST

ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની વર્લ્ડ કપ 2019 બાદથી જ ઇન્ટરનેશનલ ક્રિકેટથી દૂર છે. સંન્યાસની અટકળો વચ્ચે ધોની ક્રિકેટ મેદાન પર જલ્દી વાપસી કરે એવા સમાચાર મળ્યા છે. આપને જણાવી દઈએ કે ઓસ્ટ્રેલિયા બાદ ટીમ ઇન્ડિયા ન્યુઝીલેન્ડ પ્રવાસે જશે. ત્યાં ટી20 સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત થઈ ચૂકી છે. પરંતુ તેમાં ધોનીને સામેલ કરવામાં આવ્યો નથી.

પરંતુ હવે ધોનીને લઈ વધુ એક સમાચાર મળ્યા છે. ઓસ્ટ્રેલિયાએ આગામી મહિને આગ પીડિતોની મદદ માટે એક ચેરિટી મેચનું આયોજન કર્યું છે. મીડિયા રિપોર્ટ મુજબ આ મેચમાં સચિન તેંડુલકર સાથે ધોની પણ મેદાન પર ઉતરી શકે છે. ખરેખર, ઓસ્ટ્રેલિયા હાલ ઇતિહાસની સૌથી મોટી અને ભયાનક વિપત્તિથી સંઘર્ષ કરી રહ્યું છે. આ મેચ 8 ફેબ્રુઆરીએ રમાશે. આ મુકાબલામાં એક ટીમની કેપ્ટનશિપ રિકી પોન્ટિંગ કરશે. જ્યારે બીજી ટીમની કેપ્ટનશિપ શેન વોર્ન કરશે.

રિપોર્ટ મુજબ આ મેચમાં બ્રેટ લી, જસ્ટિન લૈંગર, માઇકલ ક્લાર્ક, એડમ ગિલક્રિસ્ટ, શેન વોટ્સન અને એલેક્સ બ્લેકવેલ જેવા દિગ્ગજ ખેલાડીઓ પણ ભાગ લેશે. આ મુકાબલાથી જેટલા પણ રૂપિયા એકત્ર થશે તે આગ પીડિતો માટે ઓસ્ટ્રેલિયા રેડ ક્રોસ વિપત્તિ અને સહાય ફંડમાં દાન આપવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે દુનિયાભરના દિગ્ગજો સાથે સચિન અને ધોની પણ આ ચેરિટી શોમાં ભાગ લઈ શકે છે.

આ વીડિયો પણ જુઓ: ખેડા અને આણંદના 160 પ્રવાસી વતન પરત ફર્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન