Video: ધોની ફરીથી જોવા મળ્યો લાંબા વાળ સાથે, જુઓ વૉરિયર જેવો અનોખો અંદાજ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • Video: ધોની ફરીથી જોવા મળ્યો લાંબા વાળ સાથે, જુઓ વૉરિયર જેવો અનોખો અંદાજ

Video: ધોની ફરીથી જોવા મળ્યો લાંબા વાળ સાથે, જુઓ વૉરિયર જેવો અનોખો અંદાજ

 | 6:30 pm IST

ભારતીય ટીમના દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીના લાંબા વાળ ખુબ ચર્ચામાં રહ્યા હતા. ધોનીના ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પર્દાપણ કર્યા પછી તેમના જોરદાર પ્રદર્શને ક્રિકેટ ફેંસના દિલ જીતી લીધા હતા. તે બાદ ધોનીના પ્રદર્શન સાથે વાળની સ્ટાઈલ પણ કોપી થવા લાગી હતી. 2007માં T-20 વિશ્વકપ જીત્યા પછી ધોનીએ તેના વાળ કપાવી નાખ્યા હતા અને તે પછી તેમને ક્યારેય પણ લાંબા વાળ સાથે નથી જોવામાં આવ્યા.

હવે ફરીથી ધોનીના ફેંસ તેમને લાંબા વાળમાં જોઈ શકશે. હકીકતમાં, ધોનીએ હાલમાં એક જાહેરાતની શૂટિંગ કરી છે, જેમાં તેઓ લાંબા વાળ સાથે જોવા મળ્યો છે. એક ચોકોલેટના શૂટ માટે ધોની લાંબા વાળ સાથે ‘વૉરિયર અવતાર’માં દેખાઈ રહ્યો છે

આ એડમાં તે લાંબા વાળમાં દેખાઈ રહ્યો છે અને બિહારી ભાષા બોલી રહ્યો છે. મેદાન પર હંમેશા શાંત રહેનારા ધોનીનો આ ફની અંદાજ જોઈને તેના ફેન્સ ખૂબ ખુશ થઈ રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, ધોની ટેસ્ટ ટીમમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે અને હવે માત્ર ટી20 તથા વન-ડેમાં જ રમે છે. 6 માર્ચથી શરૂ થવા જઈ રહેલી ટી20 ટ્રાઈ-સીરીઝમાં તેને આરામ આપવામાં આવ્યો છે. તેના સ્થાને દિલ્હીના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. આવામાં તે ફેમિલી સાથે પોતાનો નવરાશનો સમય ગાળી રહ્યો છે.