ધોનીએ મૌન તોડી કહ્યું કે કેમ વનડે-T20ની કેપ્ટનશીપ છોડી દીધી હતી - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • ધોનીએ મૌન તોડી કહ્યું કે કેમ વનડે-T20ની કેપ્ટનશીપ છોડી દીધી હતી

ધોનીએ મૌન તોડી કહ્યું કે કેમ વનડે-T20ની કેપ્ટનશીપ છોડી દીધી હતી

 | 3:05 pm IST

ભારતીય ક્રિકેટ ઇતિહાસના સૌથી સફળ કેપ્ટનમાં ગણના થતા મહેન્દ્ર સિંહ ધોની મેદાનમાં વિરોધી ટીમોને ધૂળ ચટાડવા માટે પોતાના મગજનો ‘હથિયાર’ તરીકે ભરપૂર ઉપયોગ કરતાં હતા. 2017મા ધોનીએ કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય કર્યો અને વિરાટ કોહલીને પોતાના ઉત્તરાધિકારી બનાવાનો રસ્તો બનાવ્યો હતો.

તાજેતરમાં જ રાંચીના બિરસા મુંડા એરપોર્ટ પર સીઆઈએએસએફની સાથે એક મોટિવેશનલ પ્રોગ્રામ દરમ્યાન ધોનીએ વન ડે અને ટી-20 કેપ્ટનશીપમાંથી હટવા અંગે ખુલાસો કર્યો હતો કે મેં કેપ્ટનશીપ એટલા માટે છોડી હતી કારણ કે હું ઇચ્છતો હતો કે નવા કેપ્ટન (વિરાટ કોહલી) ને 2019ના વર્લ્ડ કપ પહેલાં એક ટીમ તૈયાર કરવા માટે પૂરતો સમય મળે.

ધોનીએ કહ્યું હતું કે નવો કેપ્ટન યોગ્ય સમય વગર એક મજબૂત ટીમની પસંદ કરી શકે નહીં, તે શકય જ નથી. મારું માનવું છે કે મેં યોગ્ય સમય પર કેપ્ટનશીપ છોડી હતી.

ધોનીએ જ્યારે ડિસેમ્બર 2014મા ઑસ્ટ્રેલિયાની વિરૂદ્ધ સીરીઝની વચ્ચે અચાનક જ ટેસ્ટ કેપ્ટનશીપ છોડી હતી. એટલું જ નહીં તેમણે ટેસ્ટ ક્રિકેટમાંથી તાત્કાલિક રિટાયર થવાની પણ જાહેરાત કરી દીધી હતી. ત્યારે ફેન્સને ધ્રાસકો લાગ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.