MS Dhoni Spoke After Defeat Against MI In Final Of IPL 12
  • Home
  • Sports
  • Cricket
  • ફાઈનલમાં હાર્યા બાદ જાણો શું કહ્યું મહેન્દ્ર સિંહ ધોનીએ, આમને ઠેરવ્યા પરાજય માટે દોષી

ફાઈનલમાં હાર્યા બાદ જાણો શું કહ્યું મહેન્દ્ર સિંહ ધોનીએ, આમને ઠેરવ્યા પરાજય માટે દોષી

 | 8:33 pm IST

ક્રિકેટ જગતમાં ‘કેપ્ટન કૂલ’ તરીકે જાણીતા મહેન્દ્ર સિંહ ધોનીએ આઈપીએલ 2019ની ફાઇનલમાં મળેલી હાર પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ધોનીએ પોતાની પ્રતિક્રિયામાં જે વાતો કહી તેનાથી એ જણાવવાનો પ્રયત્ન કર્યો છે કે ક્રિકેટને રમતની રીતે જ લેવામાં આવે. આઈપીએલની 12મી સીઝનની ફાઇનલમાં મુંબઈ ઇન્ડિયન્સનાં હાથે મળેલી એક રનથી હાર બાદ ચેન્નઈ સુપર કિંગ્સનાં કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે બંને ટીમોએ ઘણી ભૂલો કરી અને એક સમયે બંને ટીમો એકબીજાને ટ્રૉફી પાસ કરી હતી.

ચેન્નઈની ટીમ 150 રનનોનાં લક્ષ્યનો પીછો કરતા એક રનથી હારી ગઈ. આ રીતે મુંબઈએ ચોથીવાર આઈપીએલ ટ્રોફી જીતી. આ સીઝનમાં મુંબઈ અને ચેન્નઈ વચ્ચે ચાર મુકાબલા થયા જેમાં ચારેય વખત મુંબઈનો વિજય થયો. ફાઇનલ મેચમાં પરાજય બાદ એમએસ ધોનીએ કહ્યું કે, “એક ટીમ તરીકે આ ઘણી સારી સીઝન રહી. અમારે એ વિચારવું પડશે કે અમે ફાઇનલમાં કઈ રીતે પહોંચ્યા અને ફાઇનલમાં કઈ રીતે રમ્યા. અમારા માટે મધ્યમક્રમ એકવાર ફરી ના ચમક્યો, પરંતુ તેમ છતા અમે ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યા.”

ધોનીએ કહ્યું કે, “અમે બંને એક-બીજાને ટ્રૉફી પાસ કરી રહ્યા હતા. અમે ઘણી ભૂલો કરી. મુંબઈની ટીમે પણ આવું જ કર્યું. હવે ભૂલોની આ દોડમાં જીત તેની થઈ જેણે એક ભૂલ ઓછી કરી.” ચેન્નઈનાં કેપ્ટને કહ્યું કે, “આ સારી ફાઇનલ હતી અને ઘણી નજીકની ફાઇનલ હતી. અંતિમ બૉલ પર નિર્ણય થયો. આનાથી વધારે સારું શું હોઈ શકે છે? તેમ છતા અમારે જોવું રહેશે કે અમારે ક્યાં સુધારો કરવાની જરૂર છે.”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન