MS Dhoni Try to take Child in his Arms but he Turned Down
  • Home
  • Videos
  • Featured Videos
  • ધોનીએ બાળકને ખોળામાં લેવાની કરી કોશિશ તો બાળકે કર્યુ આવું, વીડિયો વાયરલ

ધોનીએ બાળકને ખોળામાં લેવાની કરી કોશિશ તો બાળકે કર્યુ આવું, વીડિયો વાયરલ

 | 8:44 pm IST

મહેન્દ્ર સિંહ ધોનીના દુનિયામાં કરોડો ફેન્સ છે જે તેમને મળવા, તેમની સામે ફોટો ખેંચાવવા અને તેમની સાથે વાતો કરવા માટે ઘણા ઉત્સુક હોય છે. પરંતુ તાજેતરમાં એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈને તમને પણ હસવું આવશે. જી હાં, આ વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોની એક બાળકેને ખોળામાં લેવાની કોશિશ કરે છે પરંતુ બાળક ધોનીને ના પાડી દે છે.

તમને બતાવી દઈએ કે મુંબઈના એક ફુટબોલ ઈવેન્ટ બાદ ત્યાંથી જતા સમયે ધોની તેના કેટલાક ફેન્સ સાથે મુલાકાત કરે છે ત્યારે એક બાળક તેમની પાસે આવે છે. ધોનીનું મન થાય છે કે એ બાળકને પોતાના ખોળામાં લઈ લે તેથી તેઓ પોતાના હાથ આગળ કરે છે અને આવવાનું કહે છે. પરંતુ બાળક ધોનીની આ માગને ફગાવી દે છે અને તેના પરિવાર પાસે જતો રહે છે. જોકે આ નાના બાળકને ધોની વિશે જાણ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબજ વાયરલ થયો છે અને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન