MS Dhoni wife Sakshi enjoying with Daughter Ziva Viral Video
  • Home
  • Videos
  • Featured Videos
  • Video: જ્યારે ધોનીની પત્ની બાળકોની ગાડીમાં બેઠી તો દીકરી જીવાએ કર્યું કંઈક આવું

Video: જ્યારે ધોનીની પત્ની બાળકોની ગાડીમાં બેઠી તો દીકરી જીવાએ કર્યું કંઈક આવું

 | 10:36 pm IST

ક્રિકેટ વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યું છે. જેથી ટીમ ઈન્ડિયા પોઇન્ટ ટેબલમાં ટોપ-4માં સામેલ છે. વર્લ્ડ કપ જોવા માટે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની પત્નીઓ પણ સપોર્ટ કરવા ઇંગ્લેન્ડ પહોંચી છે. એમ.એસ.ધોનીની પત્ની સાક્ષી દીકરી જીવા સાથે ઈંગ્લેન્ડ પહોંચી છે અને ભારતના લગભગ દરેક મેચમાં સપોર્ટ કરવા સ્ટેડિયમમાં જોવા મળે છે.

આ દરમિયાન સાક્ષી ધોની અને દીકરી જીવાનો એક ક્યુટ અને મસ્તી વાળો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોને સાક્ષી ધોનીએ તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં સાક્ષી બાળકોની ગાડી(પ્રામ)માં બેઠી છે અને જીવા તેની પાછળ દોડી રહી છે. વીડિયોમાં જીવા ઘણી ક્યુટ દેખાઈ રહી છે. મમ્મી સાક્ષીને પકડવા માટે જીવા દોડી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો છે. લખાય ત્યાં સુધી 16 લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. આપને જણાવી દઈએ કે ગુરુવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝની મેચ થવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન