MS Dhoni will announce retirement in Short Time
  • Home
  • Sports
  • Cricket
  • ધોની પર BCCIની લટકતી તલવાર, ગમે ત્યારે કરી શકે છે સંન્યાસનું એલાન

ધોની પર BCCIની લટકતી તલવાર, ગમે ત્યારે કરી શકે છે સંન્યાસનું એલાન

 | 4:34 pm IST

મહેન્દ્રસિંહ ધોની પર BCCIની તલવાર લટકી રહી છે, અને આ અનુભવી વિકેટકીપર ટૂંક સમયમાં જ પોતાના સંન્યાસ પર મોટો નિર્ણય લઈ શકે છે. એ વાતની સંભાવના વધારે છે કે, ધોની ગમે ત્યારે સંન્યાસનું એલાન કરી શકે છે, જો કે આ અંગે હજુ કોઈ સત્તાવાર જાણકારી મળી નથી. એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, 38 વર્ષીય ધોની વર્લ્ડ કપ ખતમ થયા બાદ પોતાના સંન્યાસની ઘોષણા કરી દેશે. પણ હજુ સુધી ધોની તરફથી આ પ્રકારની કોઈ વાત સાંભળવા મળી નથી.

બીસીસીઆઈ સચિવ અમિતાભ ચૌધરી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમનું ચયન કરવા માટે એક બેઠક બોલાવી શકે છે. જેમાં ત્રણ ટી-20 ઈન્ટરનેશનલ, ત્રણ વન ડે અને બે ટેસ્ટ મેચ સામેલ છે. એ વાતની સંભાવના ખુબ જ ઓછી છે કે, ધોનીને વેસ્ટ ઈન્ડિઝ સામે વનડે અને ટી-20 સીરિઝ માટે પસંદ કરી શકાય છે. જો ચયનકર્તા ધોનીની પસંદગી નથી કરતાં, તો ભારતના બેસ્ટ કેપ્ટનની છબિ પર અસર પડી શકે છે.

વર્લ્ડ કપ 2019માં મહેન્દ્રસિંહ ધોનીનું પર્ફોર્મન્સ ખરાબ રહ્યું હતું. 38 વર્ષીય ધોનીએ વર્લ્ડ કપ 2019માં8 મેચોમાં 45.50ની સરેરાશથી 273 રન બનાવ્યા છે, જેમાં બે ફિફ્ટી પણ સામેલ છે. આ દરમિયાન ધોનીને ધીમી બેટિંગની પણ લોકોએ ટીકા કરી હતી. ચીફ સિલેક્ટર એમએસકે પ્રસાદે ઈશારામાં એ વાતના સંકેત આપ્યા છે કે, હવે ધોની ભવિષ્યમાં ટીમ ચયનની યોજનાઓમાં સામેલ નહીં હોય.

ક્રિકેટ બોર્ડના એક સુત્રએ જણાવ્યું કે, અમે આશ્ચર્યચકિત છે કે, ધોનીએ હજુ સુધી પોતાના ભવિષ્ય પર નિર્ણય લીધો નથી. ઋષભ પંત જેવા યુવા ખેલાડીઓ તેની જગ્યા લેવા માટે રાહ જોઈ રહ્યા છે. વર્લ્ડ કપમાં પણ આપણે જોયું કે, તે હવે પહેલાં જેવો બેટ્સમેન નથી રહ્યો. છઠ્ઠા અને સાતમા ક્રમ પર બેટિંગ માટે આવવા છતાં પણ રનગતિ વધારવા માટે તે સંઘર્ષ કરતો હતો અને તેના કારણે ટીમને પણ નુકસાન થયું છે.

ટીમ ઈન્ડિયા હવે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જશે, અને પંચ જેવા યુવા ખેલાડીઓ રાહ જોઈને બેઠા છે. હવે એ જોવું રહશે કે, ધોની આગામી સીરિઝ પહેલાં સંન્યાસની ઘોષણા કરે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન