MS Dhoni will not charge a fee from BCCI for mentoring Team India in the T20 World Cup
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • T-20 World Cup: મેન્ટરશીપ માટે ધોની નહીં લે ફી, જય શાહે માન્યો આભાર

T-20 World Cup: મેન્ટરશીપ માટે ધોની નહીં લે ફી, જય શાહે માન્યો આભાર

 | 6:48 pm IST
  • Share

  • ટી-20 વર્લ્ડકપમાં ધોની ટીમ ઇન્ડિયાનો માર્ગદર્શક
  • એમએસ ધોની મેન્ટરશીપ માટે ફીસ નહીં વસૂલે
  • BCCI સેક્રેટરી જય શાહે ધોનીનો આભાર માન્યો

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ટી-20 વર્લ્ડકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દીધી છે. આ વખતે ટી-20 વર્લ્ડકપ માટે BCCI એ ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને મેન્ટર તરીકે જોડ્યા છે. ટી-20 વર્લ્ડકપમાં મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના માર્ગદર્શકની ભૂમિકામાં જોવા મળશે. પરંતુ આ દરમિયાન ધોનીને લઇ ખાસ ખબર સામે આવી રહી છે કે, ધોની વર્લ્ડકપ દરમિયાન ટીમ ઇન્ડિયાના માર્ગદર્શકની ભૂમિકામાં હશે પરંતુ તે BCCI પાસેથી આ માટે એક પૈસો પણ લેશે નહીં. આમ ટી-20 વર્લ્ડકપ 2021માં ધોની ટીમ ઇન્ડિયાની સંપૂર્ણ મદદ કરશે અને તે પણ તદ્દન ફ્રી. ધોનીના આ મહત્ત્વપૂર્ણ નિર્ણયથી BCCI સેક્રેટરી જય શાહે તેમનો આભાર માન્યો છે.

જણાવી દઈએ કે ભારતે 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં ટી-20 વર્લ્ડકપ જીત્યો હતો. ધોનીના નેતૃત્વમાં ટીમ ઇન્ડિયાની અદભૂત સિલસિલો અહીંથી શરૂ થયો. આ પછી 2011 આઈસીસી વન-ડે વર્લ્ડ કપ ટ્રોફી 28 વર્ષ પછી ભારતને મળી હતી.

6 મોટી વન-ડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં ટીમ ઇન્ડિયા

ધોનીની કેપ્ટનશીપમાં ભારત 6 મોટી વનડે ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચી ગયું છે. તેમાંથી ભારતે ચારમાં જીત મેળવી છે. ધોનીએ કેપ્ટન તરીકે કુલ 110 વનડે મેચ જીતી છે. તે આ મામલે બીજા ક્રમે છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ ટોચ પર છે જેમણે તેમની કેપ્ટનશીપમાં 165 વનડે મેચ જીતી હતી.

ટીમ ઇન્ડિયા 24 ઓક્ટોબરે પાકિસ્તાન સામે ટકરાશે

ટી-20 વર્લ્ડકપ-2021ની શરૂઆત 17 ઓક્ટોબરથી ઓમાન અને યુએઈમાં થશે. તેની ફાઇનલ 14 નવેમ્બરે રમાશે. ભારતીય ટીમ 24 ઓક્ટોબરે કટ્ટર હરીફ પાકિસ્તાન સામેની મેચથી તેના સુપર 12 તબક્કાની શરૂઆત કરશે.

ટીમ ઇન્ડિયા

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ-કેપ્ટન), કેએલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, ઇશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી.

સ્ટેન્ડબાય ખેલાડીઓ : શ્રેયસ ઐયર, શાર્દુલ ઠાકુર, દીપક ચહર.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો