MS Dhoni's Singing Video Viral on Internet
  • Home
  • Sports
  • Cricket
  • જ્યારે પાર્ટીમાં ધોનીએ ગાયું ‘જબ કોઈ બાત બિગડ…’, સોશિયલ મીડિયામાં લોકો થઈ ગયા આફરીન

જ્યારે પાર્ટીમાં ધોનીએ ગાયું ‘જબ કોઈ બાત બિગડ…’, સોશિયલ મીડિયામાં લોકો થઈ ગયા આફરીન

 | 8:55 am IST

ભારતીય ટીમનાં પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલ ક્રિકેટથી દૂર જોવા મળી રહ્યો છે. અને તેને કારણે તે હાલ સૌથી વધુ ચર્ચામાં છે. વર્લ્ડકપ બાદ ધોની એકપણ ક્રિકેટ મેચ રમ્યો નથી. એટલું જ નહીં, તે રાંચીમાં રમાયેલ ભારતીય ટીમની ટેસ્ટ મેચ છેલ્લા દિવસે જોવા ગયો હતો. ક્રિકેટથી દૂર રહેવાના કારણે ધોનીના સંન્યાસની ચર્ચાઓ ઉઠવા લાગી છે. ત્યારે સોશિયલ મીડિયામાં ધોનીનો એક વીડિયો વાઈરલ થયો છે.

ધોનીનો આ વીડિયો એક ઈન્સ્ટાગ્રામ યુઝરે શેર કર્યો છે. કોઈ પાર્ટીમાં ધોની ગીત ગાતા જોવા મળી રહ્યો છે. ધોની જૂના જમાનાનું પ્રખ્યાત સોંગ જબ કોઈ બાત બિગડ… ગાઈ રહ્યો છે.

યુઝરે નીચે કેપ્શન લખ્યું છે કે, વોર્નિંગઃ આ વીડિયો તમે તમારા જોખમ પર જુઓ। અત્યંત પ્રતિભાશાળી મિસ્ટર માહી. આ વીડિયો પોસ્ટ કર્યા બાદ મને મારતાં નહી. પણ આ અવાજ લોકો વચ્ચે શેર કરવી ખુબ જ જરૂરી છે. સાક્ષી તારો વીડિયો પણ ટૂંક સમયમાં બહાર આવશે.

ધોનીનો આ અંદાજ લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. અને આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ક્રિકેટથી દૂર રહ્યા બાદ પણ ધોનીનો આજે પણ એટલો જ જલવો જોવા મળી રહ્યો છે. અને તે હંમેશા કોઈને કોઈ બાબતે ચર્ચામાં રહે છે.

આ વીડિયો પણ જુઓઃ

જાણો, ભીમે કેમ કરી ચોરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન