MSME સેક્ટર માટે ઈ- લોજિસ્ટિક્સ બજારનું સર્જન કરવામાં આવશે - Sandesh
  • Home
  • Budget
  • MSME સેક્ટર માટે ઈ- લોજિસ્ટિક્સ બજારનું સર્જન કરવામાં આવશે

MSME સેક્ટર માટે ઈ- લોજિસ્ટિક્સ બજારનું સર્જન કરવામાં આવશે

 | 6:01 am IST

ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારામને રજૂ કરેલા ૨૦૨૦નાં સામાન્ય બજેટમાં MSME (માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ) સેક્ટર માટે નવી યોજનાઓની જાહેરાત કરી છે. જેમાં ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું કે MSME માટે લોજિસ્ટિક નિયમો માટેની થોડા સમયમાં જાહેરાત કરવામાં આવશે. જેનાં માટે હાલનાં નિયમોમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર તથા પ્રમુખ નિયામકોની ભૂમિકાઓ સ્પષ્ટ કરવામાં આવશે. જેમાં સિંગલ વિન્ડો વાળા ઈ- લોજિસ્ટિક બજારનું સર્જન કરવામાં આવશે તેમજ MSME પ્રતિસ્પર્ધીઓ પણ બનાવવામાં આવશે, જેનાંથી રોજગારીની નવી તકોમાં વધારો થશે. સરકાર વૈશ્વિક સ્તર પર પ્રતિસ્પર્ધી બનવા માટે લોજિસ્ટિકનો ખર્ચ ઓછો કરવાનાં પ્રયત્નો કરી રહી છે. ભારતમાં લોજિસ્ટિક્સની આવક જીડીપીથી આશરે ૧૪% સમકક્ષ છે. જેને ઘટાડીને જીડીપીના ૯% પર લાવવાનો લક્ષ્ય છે. માનવામાં આવે છે કે, નોટબંધી બાદ સૌથી વધારે ખોટ નાના અને મધ્યમ વર્ગનાં ઉદ્યોગોમાં થઈ છે. જ્યારે હવે સરકારને તે સેક્ટરનાં વિકાસ માટે ઘણાં મોટા નિર્ણયો લીધા છે. નિર્મલા સીતારીમને બજેટમાં ઇન્ડસ્ટ્રી, કોમર્સનાં વિસ્તાર માટે રૂ. ૨૭,૩૦૦ કરોડ ફાળવ્યા છે. જેનાંથી આ સેક્ટરને વધુ બળ મળશે. તેવી જ રીતે MSME ઉદ્યોગોને વધુ વેગ આપવા માટે નવા પગલાં લેવાની વાત કરવામાં આવી હતી. MSMEમાં મોડા થતા પેમેન્ટને રોકવા માટે એપ બેઝડ ઇનવોઇસની વાત કરવામાં આવી છે.

ફાઈનાન્સ મિનિસ્ટરે કહ્યું કે MSME દ્વારા સ્ટાર્ટ અપ ભારતીય અર્થવ્યવસ્થાનાં વિકાસ એન્જિનનાં રૂપમાં બનીને આગળ આવી છે. અગાઉ ઘણાં વર્ષોમાં સરકારે તેમને મદદરૂપ થવા અને તેમનાં વિકાસને સમર્થન આપવા માટે પણ પ્રયત્નો કર્યાં છે.

MSMEનાં ટર્નઓવરની મર્યાદામાં ૧ કરોડથી વધારી ૫ કરોડ કરવા માગ કરાઈ 

ફાઇનાન્સ મિનિસ્ટરે માઇક્રો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝને નવી ભેટ સોગાત આપી છે. જેમાં બજેટથી નાના રિટેલરો, વેપારીઓ, દુકાનદારો વગેરેને એમએસએમઈ હેઠળ લાભ થયો છે. આ સાહસો પર નિયમોનાં પાલનની જવાબદારી ઘટાડવાનાં હેતુથી તે ઉદ્યોગોના ઓડિટ માટેની ટર્નઓવર મર્યાદામાં ૫ ગણો વધારો કરીને ૫ કરોડ રૂપિયા કરવાની દરખાસ્ત કરવામાં આવી છે, હાલમાં આ મર્યાદા ૧ કરોડ રૂપિયા છે.

સ્ટાર્ટઅપની મર્યાદા રૂ.૧૦૦ કરોડ કરવાનો પ્રસ્તાવ

નાના અને મધ્યમ ઉદ્યોગોને સરળ લોન આપવા માટે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની એક્ટમાં જરૂરી સુધારા કરવામાં આવશે, જેમાં MSME લોનને સુપરત કરવાની સમયમર્યાદાને વધારવાની રિઝર્વ બેન્કને સામે આગ્રહ કરવામાં આવ્યો છે. ૨૫ કરોડનાં કુલ કારોબાર કરવાવાળા સ્ટાર્ટઅપનો કુલ કારોબાર રૂ. ૨૫ કરોડથી વધારે ના થાય, તેથી તેના નફાના ૧૦૦% કપાતને સાત વર્ષમાંથી સતત ત્રણ આકારણી વર્ષ માટે મંજૂરી છે. જ્યારે મોટા સ્ટાર્ટઅપને લાભ આપવા માટે બજેટમાં કુલ કારોબારની હાલની મર્યાદા રૂ.૨૫ કરોડથી વધારીને ૧૦૦ કરોડનો પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. જે ઉદ્યોગોનો કારોબાર કેશ લેવડદેવડની ભાગીદારીમાં ૫%થી ઓછો છે. હાલ જે ઉદ્યોગોનું ટર્નઓવર ૧ કરોડથી વધારે છે તેમને પોતાના ખાતાનું ઓડિટ કરાવવું પડે છે. સ્ટાર્ટ અપ ઇકોનોમીને આગળ વધારવાના ઉદ્દેશથી બજેટમાં કર્મચારીઓને ટેક્સનો બોઝો ઓછો કરવા માટે ઈર્જીંP પર ચુકવણી કરવા માટે પાંચ વર્ષ માટે કર્મચારીઓ દ્વારા કંપની છોડયા સુધી અથવા જ્યારે તે પોતાની ભાગીદારી વેચે, આ બંનેમાંથી જે પહેલા થશે ત્યાં સુધી ટેક્સની ચૂુવણીને સ્થગિત કરવામાં આવશે.

નાના એક્સ્પોર્ટ્સ માટે નિર્વિક સ્કીમ લાવવામાં આવશે  

ફાઇનાન્સ મિનિસ્ટરે નિર્યાત ઋણ વિકાસ યોજનાની જાહેરાત કરી છે. જેમાં રોકાણકારોને લોન આપવામાં આવશે, સાથે આ યોજનામાં ૯૦% સુધી ઇન્સ્યોરન્સ પણ આપવામાં આવશે. જેના માટે સરકાર ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાં વધારે કામ કરશે અને મોબાઇલ, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરને મહત્ત્વ આપશે.

મોબાઇલ હબ બનશે ભારત

ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું કે ભારતને હવે મોબાઇલ હબ બનાવવામાં આવશે. મેડિકલ ઉપકરણો માટે પણ નવી સ્કીમો લાવવામાં આવશે. સેમિ કંડક્ટર અને મેડિકલ ડિવાઇસ બનાવવા પર પણ ફોકસ કરવામાં આવશે. દરેક જિલ્લામાં એક્સ્પોર્ટ હબનાં રૂપમાં વિકસિત કરવામાં આવશે.

સિંગલ ઇન્વેસ્ટમેન્ટ ક્લિયરન્સ વિન્ડો  

રોકાણકારોના ફાયદા માટે નિવેશ ક્લિયરન્સ સેલ બનાવવામાં આવશે. જે સેલ દ્વારા રોકાણકારોને ઘણો ફાયદો થશે, આ સેલ દ્વારા રોકાણકારોને સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપવાની પ્રક્રિયામાં વધારો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;