MSUના વાઇસ ચાન્સેલરને પદભ્રષ્ટ કરવા બુટાની માગ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • MSUના વાઇસ ચાન્સેલરને પદભ્રષ્ટ કરવા બુટાની માગ

MSUના વાઇસ ચાન્સેલરને પદભ્રષ્ટ કરવા બુટાની માગ

 | 3:21 am IST

BUTA દ્વારા રાજ્યપાલને પત્ર લખાયો

ા વડોદરા ા

વિશ્વ વિખ્યાત એમએસ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યોના માર્ગદર્શન હેઠળ વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસે જે રીતે મારા એ વહાલાની નીતિ અપનાવી જે ભરતી કરી છે તે ગેર વ્યાજબી અને ગેર બંધારણીય છે. જેથી વાઇસ ચાન્સેલરને તેમના પદ પરથી હટાવવામાં આવે તેવી માગ બરોડા યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (બુટા) દ્વારા કરવામાં આવી છે.  

બરોડા યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન દ્વારા આજરોજ રાજ્યપાલને એક ઇમેઇલ કરવામાં આવ્યો છે. જેમાં એમએસ યુનિ.માં ચાલી રહેલી ભરતી પ્રક્રિયામાં કૌભાંડ તેમજ સગાવાદ બાબતે રજૂઆત કરવામાં આવી છે. એટલું જ નહીં ભરતી કૌભાંડ આચરનાર વાઇસ ચાન્સેલર પ્રો. પરિમલ વ્યાસને તેમાન હોદ્દા પરથી તાત્કાલીક હટાવવા પણ માગ કરાઇ છે. જે પત્રની નકલ બુટા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, મુખ્ય સચિવ, સચિવ શિક્ષણ વિભાગ અને ચાન્સેલર શુભાંગીની રાજે ગાયકવાડને પણ મોકલવામાં આવી છે.  

બુટા દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં જણાવ્યંુ હતંુ કે, યુનિવર્સિટીના કેટલાક સિન્ડિકેટ સભ્યો દ્વારા ભરતીમાં ગેરરીતિના આક્ષેપ કરવામાં આવ્યા છે તેમજ તેની ફરિયાદ, મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી તથા ધારાસભ્ય કેતન ઈનામદારને કરવામાં આવી છે. તે બાબતને બુટા દ્વારા આ ભરતી પ્રક્રિયા ચાલુ થઈ ત્યારેજ કરી દેવામાં આવી હતી. તારીખ ૬ ઓગસ્ટ ૨૦૧૯ના નોટિફ્કિેશન નંબર છડ્ઢઈ૨//૨૦૧૯૨૦ અનુસંધાન યુ.જી.સી. અને એ.આઇ.સી.ટી. ના નિયમોના ઉલ્લંઘન વિરુદ્ધના છૂટકે બુટા દ્વારા નામદાર ગુજરાત હાઈ કોર્ટમાં પિટિશન દાખલ કરવી પડી છે. જેનો જવાબ પણ આજ દિન સુધી યુનિવર્સિટી દ્વારા કોર્ટમાં આપવામાં આવ્યો નથી.  

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, થોડાક દિવસો પહેલા એનઆઇઆરએફ્ રેન્કિંગમાં ટેકનોલોજી ફ્ેકલ્ટીમાં છેલ્લા ત્રણ વર્ષમાં રૂ. ૩૨,૮૭,૩૮,૮૮૦ ના ખર્ચે ડેવલોપમેન્ટ કરાયાનું જાણવા મળ્યું હતું. જેની સામે ફેકલ્ટીમાં કોઇ જ ખર્ચ કરવામાં આવ્યો ન હોવાનું પણ શિક્ષકો જાણે જ છે. ત્યારે ખોટા પુરાવા આપી કેન્દ્ર સરકાર સાથે પણ છેતરપિંડી કરવામાં આવી રહી છે. જેથી બુટા દ્વારા આજરોજ ગુજરાતના ગવર્નરને લેખિતમાં ફ્રિયાદ કરી છે કે *રિકોલ ધ વાઇસ ચાન્સેલર* એટલે વાઇસ ચાન્સેલોરનું તાત્કાલીક રાજીનામુ લઇ તેમને પદ પરથી હટાવવામાં આવે. તદ્ ઉપરાંત કથિત ભરતી પ્રક્રિયામાં જે પણ ગેરરીતિ જણાય આવે છે તેના વિરુદ્ધ તાપસ કમિટીની રચના કરી સત્ય બહાર લાવવા અપીલ કરી છે.  

રજૂઆતમાં વધુમાં ઉમેર્યુ છે કે, ભૂત કાળમાં આજ ભરતી પ્રક્રિયામાં કોમર્સ ફ્ેકલ્ટીમાં બેઝિક ડીગ્રી એન્જીનીયરની હોય તેવા સહાયક પ્રાધ્યાપકને લેવા કે ન લેવાય તે માટે પણ રજુઆત કરી છે. પી.એચ.ડી. વગર પણ આજ ભરતી પ્રક્રિયામાં પ્રોફ્ેસર બનાવ્યા છે તેમ પણ જાણવા મળ્યંુ છે. ભૂતકાળમાં સરકાર નિયુક્ત ચીફ્ એકોઉન્ટ ઓફ્સિર દ્વારા પણ નાણાકીય ગેરરીતિ બહાર લાવવામાં આવી હતી. ત્યારે તમામ બાબતોની તપાસ થવી જરૂરી છે.  

 

માહિતી નહીં મળે તો સિન્ડિકેટસેનેટ સભ્યો પ્રતિક ધરણા કરશે 

એમએસ યુનિ.ના સિન્ડિકેટ સભ્ય ડો. દિલીપ કટારીયા, હસમુખ વાઘેલા અને ચેતન સોમાણી તેમજ સરકાર નિયુક્ત સેનેટ સભ્ય વ્રજેશ પટેલ, મૌનિક જાની, સંજય જયસ્વાલ, અશોક પંડયા, શિક્ષક કેટેગરીના સેનેટ સભ્ય ડો. કલ્પેશ નાયક, ડો. સુનીલ કહાર, આર. આઇ. પરીખ, સુનીતા શર્મા અને સ્વાતી ધૃવ દ્વારા યુનિ. સત્તાધિશો પાસે વિસ્તૃત માહિતી માગવામાં આવી છે. જે માહિતી આવતીકાલ સાંજ સુધી નહીં મળે તો તમામ સભ્યો દ્વારા શનિવારથી પ્રતિક ધરણાંની શરૂઆત કરવામાં આવનાર છે

 

 

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;