MSU પોલિ.માં બીજા રાઉન્ડ બાદ ૯૦ બેઠકો ખાલી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • MSU પોલિ.માં બીજા રાઉન્ડ બાદ ૯૦ બેઠકો ખાલી

MSU પોલિ.માં બીજા રાઉન્ડ બાદ ૯૦ બેઠકો ખાલી

 | 3:04 am IST

ACPC દ્વારા બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહી સંપન્ન

ા વડોદરા ા

ધો. ૧૦ અથવા ધો. ૧૨ પછી એન્જિનિયરીંગમાં ડિપ્લોમા અભ્યાસ ક્રમમાં પ્રવેશની કાર્યવાહી રાજ્યભરમાં એડમીશન કમિટી ફોર ડિપ્લોમા પ્રોફેશનલ કોર્સિસ દ્વારા કરવામાં આવે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧૨૨ માટે એસીડીપીસી દ્વારા બીજા રાઉન્ડની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે. જે બાદ એમએસ યુનિ. પોલીટેકનીક કોલેજની ૯૦ બેઠકો ખાલી પડી છે.  

એડમીશન કમિટી ફોર ડિપ્લોમા પ્રોફેશન કોર્સિસ દ્વારા રાજ્યની તમામ ડિપ્લોમાં એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશની બીજી યાદી જાહેર કરાઇ છે. જેમાં એમએસ યુનિ. પોલીટેકનીક કોલેજનો પણ સમાવેશ થાય છે. પોલીટેકનીક કોલજેમાં ગ્રાન્ટ ઇન એડ (સરકારી) બેઠકોની સંખ્યા ૭૧૨ છે. જ્યારે ૨૦૨ બેઠકો સેલ્ફ ફાઇનાન્સ છે. જે પૈકી સરકારી બેઠકો પૈકીની ૧૨ અને સેલ્ફ ફાઇનાન્સ પૈકી ૭૩ બેઠકો બીજા રાઉન્ડ બાદ ખાલી પડી છે. ગ્રાન્ડ  

ઇન એડની ૭૧૨ પૈકી ૬૯૫ જ્યારે સેલ્ફ ફાઇનાન્સની ૨૦૨ પૈકી ૧૨૯ બેઠકો ભરાઇ છે. પહેલા રાઉન્ડ બાદ ગ્રાન્ડ ઇન એડમાં ૮૬ અને સેલ્ફ ફાઇનાન્સમાં ૭૯ બેઠકો ખાલી પડી હતી.   ઉલ્લેખનીય છે કે, એમએસ યુનિ. પોલીટેકનીક કોલેજમાં સરકારી બેઠકોમાં સિવિલ એન્જિનિયરીંગ, ઇલેક્ટ્રીકલ એન્જિનિયરીંગ, ઇન્ફોમેશન ટેકનોલોજી, મિકેનિકલ એન્જિનિયરીંગ અને પેટ્રો કેમિકલ એન્જિનિયરીંગનો સમાવેશ થાય છે. જ્યારે સેલ્ફ ફાઇનાન્સ બેઠકોમાં આર્કિટેક્ચર, કોમ્પ્યુટર એન્જિનિયરીંગ અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશનનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;