મોગલ માતા વિશે સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ : ક્રાઈમ બ્રાન્ચની તપાસ - Sandesh
  • Home
  • Ahmedabad
  • મોગલ માતા વિશે સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ : ક્રાઈમ બ્રાન્ચની તપાસ

મોગલ માતા વિશે સોશિયલ મીડિયાની પોસ્ટથી વિવાદ : ક્રાઈમ બ્રાન્ચની તપાસ

 | 1:25 am IST

અમદાવાદ, તા. ૧૩

ગઢવી સમાજના અત્યંત આદરણીય અને પૂજનીય ગણાતા મોગલ  માતા વિષે ફેસબુક પર અભદ્ર ટિપ્પણી તથા આ મુદ્દે પોસ્ટ થયેલા  એક વીડિયોના કારણે મોટો વિવાદ સર્જાયો છે. જેમાં મોગલ  માતાના એક વીડિયોની એફબી પોસ્ટમાં ટેગ થયેલા યુવકને  અન્ય કેટલાક યુઝર્સ તરફથી જાનથી મારી નાંખવાની ધમકી મળી. બીજા  એક કિસ્સામાં મોગલ માતા વિષે અભદ્ર ટિપ્પણી થઈ હોવાથી ધાર્મિક લાગણી દુભાયાની ત્રણ યુઝર્સ સામે ફરિયાદ થઈ છે.

આ  બંને કિસ્સામાં મંગળવારે ક્રાઈમ બ્રાન્ચમાં ગુનો નોંધાતા કુલ  ૨૦ લોકો સામે તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘાટલોડિયા આલેખ કોમ્પલેક્ષમાં રહેતા જયમીનસિંહ ગઢવીએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોધાવી હતી કે, ૭ જૂનના ૧.૧૩ વાગ્યે મોગલ સેના નામના વોટ્સઅપ ગ્રુપમાંથી જાણવા મળ્યુ હતુ કે, ફેસબુક પર અપના અ નામનુ ગ્રુપના કેટલાક માણસોએ મોગલ માતાજી વિશે અભદ્ર ટીપ્પણી કરી હતી. જેમાં મુખ્ય ત્રણ ફેસબુક પ્રોફાઇલ વાપરતા વ્યક્તિઓ અને અન્ય વ્યક્તિઓએ મળીને મોગલ માતાના ભક્તોની લાગણી દુભાવી હોવાથી ફરિયાદ નોધાઇ હતી.

બીજી તરફ નવા નરોડા હરીધામ સોસાયટીમાં રહેતા રવિન્દ્ર પરમાર ફેસબુક પ્રોફાઇલ પર અપના અ નામનુ એક ગ્રુપ ચાલે છે જેના પર ગુજરાત થો નામના ગ્રુપમાંથી રવિન્દ્રને ટેગ કરી એક વિડિયો મુક્યો હતો. જેમાં ખોટી રીતે એક સમાજની લાગણી દુભાય તેવી કોમેન્ટ લખેલી હતી. જેથી કેટલાક લોકોએ તા.૧૦ જૂનથી ફેસબુક તથા ફોન કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેમાં ૧૭ વ્યક્તિઓએ ધમકી આપી હતી. રવિન્દ્રએ ફેસબુક પર મુકાયેલા વિડિયો અંગે કોઇ જ ટીપ્પણી કરી ન હતી છતાં તેને વિડિયો મુક્યો છે તેમ સમજીને અનેક લોકોએ ફોન કરી તેને ધમકી આપ્યાની ફરિયાદ ક્રાઇમ બ્રાંચમાં નોધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

;