મુગુરૂઝા બ્રિસ્બેન ઓપનમાંથી બહાર - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • મુગુરૂઝા બ્રિસ્બેન ઓપનમાંથી બહાર

મુગુરૂઝા બ્રિસ્બેન ઓપનમાંથી બહાર

 | 4:15 am IST

બ્રિસ્બેન, તા. ૨

વિશ્વની બીજા નંબરની ખેલાડી સ્પેનની ગાર્બિઇન મુગુરૂઝાને મંગળવારે બ્રિસ્બેન ઇન્ટરનેશનલ ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં મસલ્સ ખેંચાઈ જતાં મેચ પડતી મૂકવી પડી હતી. બીજા રાઉન્ડમાં મુગુરૂઝાનો સામનો ર્સિબયાની એલેક્ઝાન્ડ્રા ક્રૂનિચ સામે હતો. જેમાં મુગુરૂઝા ૭-૫, ૬-૭, ૨-૧થી આગળ હતી. મેચ દરમિયાન મસલ્સ ખેંચાઈ જતાં મુગુરૂઝા કોર્ટ પર પડી ગઈ હતી જેને કારણે મેચમાંથી ખસી જવું પડયું હતું. મુગુરૂઝાએ મેચ બાદ કહ્યું હું બીજા સેટમાં ૨-૦થી આગળ હતી ત્યારે જ મને મુશ્કેલી પડી રહી હતી. મેં તેમ છતાં રમવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ ત્રીજા સેટમાં વધુ દુઃખાવો થતાં મારે મેચમાંથી ખસી જવું પડયું હતું. મુગુરૂઝા બહાર થતાં હવે સિમોના હાલેપ શેનઝેન ઓપનના બીજા રાઉન્ડમાં ડુઆન યિંગ યિંગને પરાજય આપે તો નંબર વનનું સ્થાન જાળવી રાખશે પરંતુ હાલેપનો પરાજય થાય તો ઓકલેન્ડ ઓપનમાં રમી રહેલી ડેન્માર્કની કેરોલિન વોઝનિયાકી ટાઇટલ જીતી નંબર વન બની શકે છે.

મારિયા શારાપોવા અંતિમ આઠમાં

શેનઝેન ઓપનના બીજા રાઉન્ડમાં મારિયા શારાપોવાએ અમેરિકાની એલિસન રિસ્કેએને ત્રણ સેટ સુધી ચાલેલી મેચમાં ૩-૬, ૬-૪, ૬-૨થી પરાજય આપી ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો હતો. રિસ્કેએ મેચનો પ્રથમ સેટ ૬-૩થી જીતી લીધો હતો અને બીજા સેટમાં ૨-૧થી આગળ હતી પરંતુ શારાપોવાએ ત્યારબાદ મેચમાં વાપસી કરતાં બીજો અને ત્રીજો સેટ જીતી મેચ પોતાના નામે કરી હતી.