યુએસ ઓપનમાં અપસેટ, મુગુરુઝા અને રાઓનિક બહાર - Sandesh
  • Home
  • Sports
  • Other Sports
  • યુએસ ઓપનમાં અપસેટ, મુગુરુઝા અને રાઓનિક બહાર

યુએસ ઓપનમાં અપસેટ, મુગુરુઝા અને રાઓનિક બહાર

 | 12:48 am IST
  • Share

યુએસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા દિવસે બે મેજર અપસેટ સર્જાતાં ગાર્બાઇન મુગુરુઝા અને મિલોસ રાઓનિક બીજા રાઉન્ડમાં જ બહાર થઈ ગયા છે. ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બનેલી અને ત્રીજી ક્રમાંકિત સ્પેનની ગાર્બાઇન મુગુરુઝાને લેટવિયાની ૪૮મી રેન્ક ધરાવતી અનાસ્તાસિયા સેવાસ્તોવાએ બહાર કરી હતી જ્યારે પુરુષ વિભાગમાં પાંચમા ક્રમાંકિત કેનેડાના મિલોસ રાઓનિકને ૧૨૦મી રેન્ક ધરાવતા અમેરિકાના રેયાન હેરિસન સામે હારનો સામનો કરવો પડયો હતો.

મુગુરુઝા ચોથી વખત યુએસ ઓપનમાં ભાગ લઈ રહી હતી પરંતુ તે હજુ સુધી ત્રીજા રાઉન્ડથી આગળ વધી શકી નથી. મુગુરુઝાને સેવાત્સોવાએ ૭-૫, ૬-૪થી હરાવી હતી. મુગુરુઝાને ફિલશમ મિડોઝ હાર્ડ કોર્ટ પર હંમેશાં મુશ્કેલીનો સામનો કરવો પડયો છે અને આ વખતે પણ મુગુરુઝા બીજા રાઉન્ડથી આગળ વધી શકી નહોતી. મુગુરુઝા જો યુએસ ઓપનમાં ચેમ્પિયન બની હોત તો તેની પાસે સેરેનાને પાછળ છોડી નંબર વન બનવાની તક હતી પરંતુ હારી જતાં તક જતી રહી છે.
પોણા બે કલાક સુધી ચાલેલા મુકાબલામાં પ્રથમ સેટમાં બંને વચ્ચે રસાકસી જોવા મળી હતી જેને કારણે બંને એક સમયે ૫-૫ની બરાબરી પર હતાં ત્યારે સેવાસ્તોવાએ સતત બે ગેમ જીતી પ્રથમ સેટ ૭-૫થી પોતાના નામે કર્યો હતો. બીજા સેટમાં સેવાસ્તોવાએ મુગુરુઝાની ત્રણ વખત સર્વિસ બ્રેક કરી ૫-૧ની લીડ મેળવી લીધી હતી પરંતુ મુગુરુઝાએ તે પછી બે વખત સેવાસ્તોવાની સર્વિસ બ્રેક કરી મેચમાં પરત ફરવાનો પ્રયાસ કરતાં ૪-૫ની લીડ કરી દીધી હતી ત્યારે ૧૦મી ગેમમાં સેવાસ્તોવાએ મુગુરુઝાની સર્વિસ બ્રેક કરી ૬-૪થી બીજો સેટ જીતી લીધો હતો.

સામનો કેટેરિના બોન્દારેન્કો સામે થશે.
પુરુષ વિભાગમાં પાંચમા ક્રમાંકિત કેનેડાના મિલોસ રાઓનિકને અમેરિકાના રેયાન હેરિસને ત્રણ કલાક ૪૦ મિનિટ સુધી ચાલેલી મેચમાં ૬-૭, ૭-૫, ૭-૫, ૬-૧થી પરાજય આપ્યો હતો. રાઓનિક વિમ્બલ્ડનમાં રનર અપ રહ્યો હતો પરંતુ યુએસ ઓપનમાં બીજા રાઉન્ડમાં જ હારનો સામનો કરવો પડયો છે. રાઓનિકનું મુખ્ય હથિયાર તેની ઝડપી સર્વિસ છે પરંતુ આ મેચમાં તેણે એક સમયે ૭૭ માઇલ પર અવરથી સર્વિસ કરી હતી. તેણે અગાઉ સૌથી ઝડપી ર્સિવસ ૧૫૫ માઇલ પર અવરથી કરી ચૂક્યો છે.

મહિલા વિભાગના અન્ય મુકાબલામાં બીજી ક્રમાંકિત જર્મનીની એન્જેલિક કાર્બેરે ક્રોએશિયાની લુસિસ બોરોનીને ૬-૨, ૭-૬થી પરાજય આપ્યો હતો. ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન કાર્બેરને ૩૪ ર્વિષય લુસિસ સામે બીજા સેટમાં પડકાર મળ્યો હતો અને બંને ખેલાડીઓની ત્રણ-ત્રણ વખત સર્વિસ બ્રેક થઈ હતી. લુસિસે નિર્ણાયક સેટમાં બે સેટ પોઇન્ટ મેળવ્યા હતા પરંતુ તેણી ૭-૯થી ટાઈબ્રેકમાં હારી ગઈ હતી. ત્રીજા રાઉન્ડમાં કાર્બેરનો સામનો અમેરિકીની કેથરિન બેલિસ સામે થશે. ૧૨મી ક્રમાંકિત સ્લોવેકિયાની સિબુલકોવાએ રશિયાની એવઝિનિયા રોડિનાને ૬-૭, ૬-૨, ૬-૨થી, ૧૪મી ક્રમાંકિક ચેક ગણરાજ્યની પેટ્રા ક્વિટોવાએ તુર્કીની કાગ્લા બુયુકાકેને ૭-૬, ૬-૩થી, ૨૪મી ક્રમાંકિત સ્વિત્ઝર્લેન્ડની બેલિન્ડા બેનકિકે જર્મનીની આન્દ્રેયા પેટકોવિકને ૬-૩, ૬-૨થી પરાજય આપ્યો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો