Muharram starts from 12th September, know more about it
  • Home
  • Astrology
  • કાલથી શરૂ થશે મહોર્રમ, જાણો મુસલમાનોમાં કેમ છે આ મહીનાનું મહત્વ

કાલથી શરૂ થશે મહોર્રમ, જાણો મુસલમાનોમાં કેમ છે આ મહીનાનું મહત્વ

 | 6:38 pm IST

મુસલમાનો માટે રમઝાન પછી કોઆ મહીનો વધું મહત્વ ધરાવતો હોય તો તે છે મહોર્રમનો મહીનો. ઈસ્લામની રક્ષા માટે મોહમ્મદ પેંગમ્બરના નાતીન હજરત હુસેન શહીદ થયા હતા. મહોરમ આ વર્ષે 12મી સપ્ટેમ્બરથી શરૂ થઈ રહ્યો છે. એ સાથે જ હિજરી સનના નવા વર્ષની શરૂઆત થાય છે. ઈસ્લામમાં મહોર્રમ સિવાય અન્ય આ મહીનાઓ જુલ્કાદાહ, જુલહિજ્જા અને રજબને પણ પવિત્ર માનવામાં આવે છે.

માન્યતા છે કે ખુદ પેંગમ્બર મોહમ્મદે આ 4 મહીનાને પવિત્ર ઘોષિત કર્યા હતા. એવું નથી કે અન્ય મહીનાઓ પવિત્ર નથી હોતા. આમ તો સૌથી પવિત્ર રમઝાન જ મનાય છે. છતાં મુસલમાન લોકો આ 4 મહીનાને પવિત્ર માને છે.

કેવી રીતે નક્કી થાય છે મહોર્રમની તારીખ
ઈસ્લામી અને ગ્રેગોરિયન કેલેન્ડરની તારીખો અલગ અલગ હોવાને કારણે મહોર્રમની તારીખ દર વર્ષે અલગ અલગ આવે છે. આ વર્ષે મહોર્રમ 12મી સપ્ટેમ્બરે શરૂ થઈને 9 ઓક્ટોબરે પૂરો થશે.  ઈસ્લામી કેલેન્ડરમાં ચંદ્રમાને આધાર માનીને તારીખો નક્કી કરવામાં આવે છે.

એવું નથી કે માત્ર રમઝાન મહીનામાં જ રોજા રાખવામાં આવે છે. મહોર્રમમાં પણ રોજા રાખવામાં આવે છે. જો કે મહોર્રમમાં રોજા રાખવા એ દરેક મુસલમાન માટે ફરજિયાત નથી હોતું. એવી માન્યતા છે કે મહોર્રમમાં રોજા રાખવાથી વિશેષ સવાબ(પુણ્ય) મળે છે.

કેમ મનાવવામાં આવે છે મહોર્રમ
એ દિવસો ઉમૈયા વંશના સંસ્થાપક મુઆબિયાના પુત્ર અજીદે પિતાના મૃત્યુ પછી પોતાને ઈસ્લામી જગતના  ખલીફા ઘોષિત કરી દીધાં હતા. તે  એક ક્રુર શાસક હતા. તેમણે હજરત મોહમ્મદના નાતીન હજરત હુસૈનને પોતાની ખિલાફત સ્વીકારવા આમંત્રણ આપ્યું. જેને હુસૈને ઠુકરાવી દીધી હતી. તે તરફ કેટલાંક લોકો યજીદના વિરુદ્ધમાં હતા. તે લોકોએ હુસૈનને સંદેશ મોકલ્યો કે તે લોકો યજીદની વિરુદ્ધમાં છે અને હુસૈને તેમનું નેતૃત્વ કરવું જોઈએ. તે લોકો હુસૈનને ખલીફા માનવા તૈયાર છે પણ યજીદને નહિં.

આ લોકોની વાત માનીને જ્યારે હુસૈન ખલીફા બનવાની પ્રક્રિયા પૂરી કરવા ત્યાં ગયા ત્યારે તેમનો ભેટો યજીદની સેનાની સાથે ઈરાકમાં થયો. બંને વચ્ચે સંઘર્ષ થયો. જેમાં ઈરાકના કરબલાના મેદાન પર પોતાના પરિવાર અને દોસ્તોની સાથે હુસૈન શહીદ થઈ ગયા. આ ઘટના મહોર્રમના મહીનામાં જ બની હતી. હુસૈન મોહરમ મહીના દસમા દિવસે શદીદ થઈ ગયા હતા. ત્યારથી તેમની યાદમાં દર વર્ષે મુસ્લિમ સમુદાય દ્વારા મહોર્રમના દસમે દિવસે માતમ મનાવવામાં આવે છે.

આ રીતે મહોર્રમ એ ખુશીઓ નહિ પણ માતમ મનાવવાનો તહેવાર છે. આ દિવસે મુસલમાન હજરત ઈમામ હુસૈનની શહાદતને યાદ કરીને માતમ મનાવે છે. શિયા સમુદાયના લોકો મહોર્રમના 10મા દિવસે કાળા કપડાં પહેરીને હુસૈન અને તેમના પરિવારજનોને યાદ કરે છે. હુસૈનની શહાદતને યાદ કરતા, તેઓ તેમની યાદમાં તાજીયાના જુલુસ કાઢે છે. તેને યવમે આશુરા કહેવામાં આવે છે. મહોર્રમમાં નવમા અને દસમા દિવસે મુસલમાનો રોજા રાખે છે અને મસ્જિદો- ઘરોમાં ઈબાદતની નમાજ પઢવામાં આવે છે.

મુસલમાનોમાં સુન્ની સમુદાયના લોકો મહોરમના મહીનામાં દસ દિવસના રોજા રાખે છે. કહેવાય છે કે મહોર્રમના એક દિવસના રોજાનું સવાબ(પુણ્ય) 30 રોજા બરોબર મળે છે.