NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • સ્થાપનના આ છે મુહૂર્તો, જાણી લો તમારા માટે ક્યું મુહૂર્ત છે અનુકૂળ

સ્થાપનના આ છે મુહૂર્તો, જાણી લો તમારા માટે ક્યું મુહૂર્ત છે અનુકૂળ

 | 2:46 pm IST

21મી સપ્ટેમ્બરે ગુરુવારથી શરૂ થતી શારદીય નવરાત્રિ 29મી સપ્ટેમ્બર સુધી નૌ દિવસની છે. આ વખતે દુર્ગા મા પાલખી પર સવાર થઈને આવવાના છે. નૌ દિવસ સુધી માતાના અલગ અલગ રૂપની આરાધના અને કિર્તન કરવામાં આવશે. નવરાત્રિમાં માનું આરાધન કરી આમંત્રિત કરી વિધિવત સ્થાપના કરવામાં આવે છે.  કેટલાંક લોકો મૂર્તિ સ્થાપન કરતાં હોય છે તો અનેક લોકો કળશ સ્થાપન કરતાં હોય છે. જાણો અહિં ક્યાં મુહૂર્તો છે શ્રેષ્ઠ, ક્યારે કરવું માનું સ્થાપન..

જ્યોતિષીઓના મતે સ્થાપના હમેંશા સારા ચોઘડિયામાં સ્થાપન કરવામાં આવે તો નવરાત્રિ શુભ નિવડે છે. તેનું શુભ ફળ મળે છે. આ ત્રણ મુહૂર્તો છે. તેમાંથી તમને જે અનુકૂળ હોય તે મુહૂર્તોમાં સ્થાપન કરી શકાય.

1. પરોઢિયે 6.03થી 8.22 સુધી
2. બપોરે 12.48થી 2.52 વચ્ચે શ્રેષ્ઠ
3. અભિજિત મુહૂર્ત 11.40 થી બપોરના 12.20 સુધી

4. સવારના 11.5થી બપોરના 3.15 સુધીનું મુહૂર્ત મધ્યમ

5. સાંજે 5.5થી 9.30 સુધીનું મુહૂર્ત મધ્યમ

સવારે સ્વચ્છ જગ્યાએ બાજઠ મૂકી માની મૂર્તિ કે ઘટ(કળશ)નું સ્થાપન કરવા માટે સૌ પ્રથમ બાજઠને બરાબર સાફ કરીને તેના પર એક લાલ કે લીલા રંગનું કપડું પાથરવું. એના પર ખોબો ભરીને ઘઉં કે ચોખાની ઢગલી કરવી. પછી તેના પર મૂર્તિ કે કળશની શુદ્ધિ કરી સ્થાપન કરવું. તેની વિધિવત પૂજા કરવી. દીવો કરવો. કંકુનો ચાંદલો કરવો. સ્વસ્તિ કરવું. પછી નાડા છડી કે ચૂંદડી ઓઢાડવી. પછી  મૂર્તિમાં કે કળશમાં માતાજીનું આહવાન કરીને આમંત્રિત કરવા. પછી તેની ષોડશોપચારે પૂજા કરવી. પછી ધૂપ, દીપ, આરતી, પુષ્પ, અબિલ, ગુલાલ, કંકુ, ચોખા વિગેરેથી પૂજન કરવું. ગણપતિ પૂજન પણ કરવું. તેમજ અન્ય દેવો, ઈષ્ટદેવનું સ્મરણ કરવું.  તેમનું વિધિવત પૂજન કરવું. આરતી કરવી. નૈવેદ્યમાં મિઠાઈ, ફળ કે દૂધ કે સૂકોમેવો મૂકી શકાય પછી માને પાણી ધરાવવું. માની ખૂબથી ભાવથી સ્તુતિ ગાવી માની જે કંઈ રીતે પૂજા-પાઠ કરતાં હોય તે કરવા. તેપછી મંત્રોચ્ચાર કરવો.

સાચા મનથી માની ભક્તિ કરવી, દૂર્ગા સપ્તશતીના પાઠ કરવા. અંબામાની આરાધના કરવી, મહાલક્ષ્મીની આરાધના કરવી. સરસ્વતી માતાની આરાધના કરવી. કાલિમાતાની આરાધના કરવી. માની શુદ્ધ શરીરે સાચા મનથી પૂજા કરવી. જે એ રીતે પૂજા કરે છે તેના પર માતા પ્રસન્ન થયા વગર રહેતા નથી.