get profit in share market to welcome nre year, its good opportunity
  • Home
  • Business
  • શેર બજારમાં આજે સાંજે થશે મુહૂર્તના સોદા, એક કલાકમાં જ વેપાર કરી નફો કરો ઘરભેગો

શેર બજારમાં આજે સાંજે થશે મુહૂર્તના સોદા, એક કલાકમાં જ વેપાર કરી નફો કરો ઘરભેગો

 | 10:53 am IST

શેરબજારમાં પણ દિવાળી મુહૂર્તને વિશેષ મહત્વ આપવામાં આવે છે. માર્કેટના જાણકારો અનુસાર, મુહૂર્ત ટ્રેડિંગના સોદામાં માટેભાગે વિશેષ આયોજન અને સ્ટ્રેટેજીના ભાગ રૂપે સોદા પડતાં હોય છે. રોકાણકારો શેમાં રોકાણ કરે છે મુહૂર્તમાં તે વિશે એક ખાસ અભ્યાસ કરીએ તો એ સ્ક્રીપ્ટ હોય છે જેમાં વર્ષ દરમિયાન ઉજળી તકો પડી હોય. રોકાણકારો માટે શેરબજાર દ્વારા ખાસ સમય ફાળવીને મુહૂર્તના સોદા કરવામાં આવે છે. શેરબજારમાં આ દિવસે પરંપરા અને મુહૂર્તનું વિશેષ મહત્વ હોય છે. સાંજના 5 વાગે શેરબજારનો કારોબાર એક કલાક માટે ચાલુ થશે. તો તમે પણ તેમાં કામકાજ કરી નફો રળીને આવનારા વર્ષને વધાવો.

જો તમે રોકાણકાર હોવ તો, તમે 5.30 કલાકથી 6.30 કલાક સુધી ટ્રેડિંગ કરી શકો છો. બીએસઈમાં સાંજે 4 કલાકથી 4.45 કલાક સુધી ટોપ વેલ્યૂમ પરફોર્મસનું સન્માન થશે. જ્યારે 4.45થી 5.30 કલાક સુધી લક્ષ્મી પૂજન થશે. ત્યારબાદ ટ્રેડિંગ શરૂ થશે. બંને એક્સચેન્જમાં બુધવારના દિવસે સ્પેશ્યલ ટ્રેડિંગ સેશન હશે. તેની જાણકારી બીએસઈ અને એનએસસી પર જાહેર કરવામાં આવી છે.

દિવાળીના દિવસે મુહૂર્ત ટ્રેડિંગ –

દિવાળી સાથે નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આ વર્ષે દિવાળી સાથે સંવત 2075 શરૂ થવા જઈ રહ્યું છે. ભારતીય પરંપરા અનુસાર, દેશમાં દિવાળી સાથે નવા વર્ષની શરૂઆત પણ થાય છે. આ શુભ મુહૂર્ત પર શેરબજારના કારોબાર સ્પેશ્યલ શેર ટ્રેડિંગ (કારોબાર) કરે છે. જેથી આને મુહૂર્ત ટ્રેડિંગ પણ કહેવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, આ વખતે એનએસઈ, બીએસઈ પર સાંજે 5 કલાકે ટ્રેડિંગ શરૂ થશે, અને 6.30 કલાકે ખતમ થશે. શેર બજારમાં આ દરમ્યાન સામાન્ય ટ્રેડિંગનો સમય 5.30 કલાકથી 6.30 કલાકનો રહેશે. આ દરમ્યાન તમે શેરની ખરીદી અથવા વેચાણ કરી શકો છો.

દિવાળી પર ખાસ મુહૂર્ત પર ટ્રેડિંગની શરૂઆત કરીને રોકાણકાર નવું ફાયનાન્સિયલ વર્ષ સારી રહે તેની કામના કરે છે. એક્સપર્ટ જણાવે છે કે, મુહૂર્ત ટ્રેડિંગ પૂરી રીતે પરંપરા સાથે જોડાયેલું છે. મોટાભાગના લોકો આ દિવસે શેર ખરીદે છે. જોકે, આ રોકાણકાર ખુબ નાના અને પ્રતિકાત્મક હોય છે.

પૈસા બનાવવાનો અવસર – એક્સપર્ટ કહે છે કે, મુહૂર્ત ટ્રેડિંગના દિવસે શેર બજારમાં પૈસા લગાવવા શુભ માનવામાં આવે છે. ખાસ કરીને પૈસાદાર લોકો આ દિવસે ખાસ રોકાણ કરે છે. એવામાં તે નાના રોકાણ પર લાખો કમાણી કરી લે છે.

એક્સપર્ટ વિકાસ સેઠ્ઠીએ દિવાળીના સમયે સુંદરમ ફાસ્ટનર્સનો શેર ખરીદવાની સલાહ આપી છે. લક્ષ્ય 750 રૂપિયા નક્કી કર્યું છે. જ્યારે મારૂતિ સુઝુકિમાં પણ પૈસા લગાવવાની સલાહ આપવામાં આવી છે. તેમના મતે શેર 9500 રૂપિયા સુધી પહોંચી શકે છે.

માનવામાં આવે છે કે, મુહૂર્ત દરમ્યાન કરવામાં આવેલું રોકાણ ખુબ શુભ માનવામાં આવે છે. માર્કેટના જાણકારો અનુસાર, મુહૂર્ત ટ્રેડિંગના દિવસે કારોબારી રોકાણની સોચ સાથે માર્કેટમાં ઉતરે છે. પરંપરાઓને માનવાવાળા પહેલો ઓર્ડર હંમેશા ખરીદદારીનો આપે છે.