મુકેશ અંબાણી ૨૦ દિવસ સુધી ઉપાડી શકે છે દેશનો ખર્ચ! - Sandesh
  • Home
  • Ahmedabad
  • મુકેશ અંબાણી ૨૦ દિવસ સુધી ઉપાડી શકે છે દેશનો ખર્ચ!

મુકેશ અંબાણી ૨૦ દિવસ સુધી ઉપાડી શકે છે દેશનો ખર્ચ!

 | 5:16 am IST

નવી દિલ્હી, તા. ૧૩

વિશ્વના વિવિધ દેશોના સૌથી વધુ ધનિક વ્યક્તિએ દેશના નિર્વાહનો ખર્ચ ભોગવવાનો હોય તો તેઓ કેટલા દિવસ સુધી ખર્ચ ઉપાડી શકે છે તે અંગે એક રસપ્રદ સરવે બહાર આવ્યો છે. બ્લૂમબર્ગે કરાવેલા ૨૦૧૮ના રોબિનહુડ ઈન્ડેક્સ પ્રમાણે ભારતની સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીને દેશનો ખર્ચ ઉપાડવાનો હોય તો તેઓ ૨૦ દિવસ સુધી ખર્ચ ઉપાડી શકે છે. અમેરિકા અને ચીન જેવા દેશોના ધનિકો આ બાબતે મુકેશ અંબાણી કરતા ઘણા પાછળ છે. ચીનની સૌથી ધનિક વ્યક્તિ જેક મા માત્ર ચાર દિવસ સુધી જ તેમના દેશનો ખર્ચ ઉપાડી શકે તેમ છે. બીજી તરફ ૯૯ અબજ ડોલરની સંપત્તિ ધરાવતા અમેરિકાના સૌથી ધનિક વ્યક્તિ જૈફ બેસોઝ માત્ર પાંચ દિવસ સુધી જ અમેરિકાનો ખર્ચ નિર્વાહ કરી શકે તેમ છે.

૪૯ દેશના ધનિકોની નિર્વાહ ક્ષમતા મપાઈ

જો દેશ કટોકટીની સ્થિતિમાં મુકાઇ જાય તો જે તે દે.શના સૌથી ધનિક વ્યક્તિ કેટલા દિવસ આખા દેશનો ખર્ચ ઉપાડી શકે? આ જાણવા ૨૦૧૮ના રોબિનહુડ ઈન્ડેક્સમાં ૪૯ દેશોના સૌથી ધનિક વ્યક્તિ અને તેમના પૈસાથી દેશ ચલાવવાની ક્ષમતાનો હિસાબ માંડવામાં આવ્યો હતો. દરેક દેશના ધનિક વ્યક્તિની સંપત્તિ અને દેશને ચલાવવાના એક દિવસના ખર્ચને ભાગીને આ આંકડા તૈયાર કરવામાં આવ્યા હતા.

અમેરિકા અને ચીન ચલાવવાનો ખર્ચ વધારે

એમેઝોન નામની આ-કોમર્સ કંપનીના માલિક અને દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ જૈફ બેસોઝ આ મુદ્દે મુકેશ અંબાણી કરતા પાછળ છે. ડિસેમ્બરના અંતમાં તેમની સંપત્તિ ૯૯ અબજ ડોલર આંકવામાં આવી હતી. આ સંપત્તિ મુકેશ અંબાણી કરતા અઢી ગણી વધારે હતી. અમેરિકાનો ખર્ચ એટલો વધારે છે કે, તેઓ પોતાની સંપત્તિથી માત્ર ચાર દિવસ જ અમેરિકાનો નિર્વાહ ચલાવી શકે તેમ છે. તેવી જ રીતે દુનિયાના ૧૬મા ક્રમના સૌથી વધુ ધનિક અને અલિબાબા નામની ઈ-કોમર્સ કંપનીના માલિક જૈક માની સંપત્તિ ૪૭.૮ અબજ ડોલર છે જે પણ મુકેશ અંબાણી કરતા વધારે છે. બીજી તરફ ચીનને ચલાવવાનો ખર્ચ પણ ભારત કરતા ઘણો વધારે હોવાથી જૈક મા માત્ર ચાર દિવસ જ ચીનનો ખર્ચ ભોગવી શકે તેમ છે.

સાઇપ્રસના ધનિક એક વર્ષ સુધી ખર્ચ ઉપાડી શકે

દુનિયામાં એવા પણ કેટલાક દેશ છે જેનો એક દિવસનો ખર્ચ ઘણો ઓછો છે અને આવા દેશના સૌથી વધુ ધનિકો પાસે જે પૈસા છે તેમાં તેઓ એક વર્ષ કરતા વધુ સમય સુધી તેમનો ખર્ચ ઉપાડી શકે તેમ છે. યુરોપના દેશ સાઇપ્રસની સૌથી વધુ ધનિક વ્યક્તિ જોન ફ્રિડરિક્સેન પાસે માત્ર ૧૦.૪ અબજ ડોલરની સંપત્તિ છે પણ તેમના દેશની વસતી ઓછી છે અને સાયપ્રસનો એક દિવસનો ખર્ચ ૨.૩૬ કરોડ ડોલર છે. આ સરખામણીએ તેઓ પોતાના દેશને ૪૪૧ દિવસ સુધી ચલાવી શકે તેમ છે. બીજી તરફ ર્જ્યોિજયાની સૌથી ધનિક વય્ક્તિ બિદજિના પોતૌના દેશને ૪૩૦ દિવસ સુધી ભંડોળ પૂરું પાડી શકે તેમ છે. હોંગકોંગના લી કા સિંગ ૧૯૧ દિવસ જ્યારે મલેશિયાના રોબર્ટ કુઓક ૯૫ દિવસ તો સિંગાપુરના વી ચો યાવ ૫૨ દિવસ સુધી દેશનું ભારણ ઉપાડી શકવા સક્ષમ છે.

દેશ             નામ                    દિવસ  નેટવર્થ $B      રોજિંદો ખર્ચ $M

ચીન            જેક મા                 ૪      ૪૫.૫          ૧૧,૨૦૫.૨૦

યુએસ          જૈફ બેસોઝ             ૫      ૯૯             ૧૯,૬૪૨.૧૦

યુકે             હ્યુ ગ્રોસ્વેનોર            ૫      ૧૨.૯          ૨,૮૪૬

જર્મની          ડેઈટર સ્ક્વાર્ઝ          ૫      ૨૪.૩          ૪,૮૦૭.૯૦

ભારત          મુકેશ અંબાણી         ૨૦     ૪૦.૩          ૧,૯૮૭.૨૦

સાઉદી          અલ્વીદ તલાલ         ૨૬     ૧૭.૮          ૬૭૯

સ્પેન           અમેન્સીઓ ઓર્ટેગા      ૪૮     ૭૫.૩          ૧,૫૮૩.૬૦

મેક્સિકો         કાર્લોસ સ્લિમ           ૮૨     ૬૨.૮          ૭૬૯.૮

હોંગકોંગ        લી કા સિંગ             ૧૯૧   ૩૪.૭          ૧૮૧.૫

સાઇપ્રસ        જ્હોન ફ્રેડ્રિકસન         ૪૪૧   ૧૦.૪          ૨૩.૬

;