Mukesh Ambani and Nita Ambani at Swearing-In Ceremony
  • Home
  • Business
  • શપથ ગ્રહણ સમારોહમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પુત્ર અનંત સાથે પહોંચ્યા

શપથ ગ્રહણ સમારોહમાં મુકેશ અંબાણી અને નીતા અંબાણી પુત્ર અનંત સાથે પહોંચ્યા

 | 7:34 pm IST

નરેન્દ્ર મોદીએ આજે ફરીથી રાષ્ટ્રપતિ ભવનમાં બીજી વખત વડા પ્રધાન પદના શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહની ભવ્ય તૈયારીઓ કરવામાં આવી હતી. સમારોહમાં સામેલ થવા માટે 6000 મહેમાનોને આમંત્રણ મોકલાયું હતું. જેમાં રાજનેતાઓ સિવાય બિઝનેસમેન અને બોલિવૂડની સેલિબ્રિટીઓ પણ સામેલ હતી.

શપથ ગ્રહણ સમારોહમાં મુકેશ અંબાણી પત્ની નીતા અંબાણી સાથે પહોંચ્યા હતા. તેમનો નાનો પુત્ર અનંત અંબાણી પણ શપથ ગ્રહણ સમારોહમાં પહોંચ્યો હતો. તો જાણીતા બિઝનેસમેન રતન ટાટા પણ સમારોહમાં હાજર રહ્યા હતા.

વડા પ્રધાનના શપથ સમારોહમાં મુકેશ અંબાણી ફોર્મલ લૂકમાં જોવા મળ્યા હતા. તો નીતા અંબાણીએ પણ રેડ કલરનો ઈન્ડિયન અટાયરમાં પહોંચી હતી. સમારોહમાં તમામની નજર અંબાણી પરિવાર તરફ હતી.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સેલિબ્રિટીઓ પણ સમારોહમાં સામેલ થઈ હતી. જેમાં અનુપમ ખેર, આશા ભોંસલે, અનિલ કપૂર, કરણ જોહર, શાહિદ કપૂર પણ સામેલ થયા હતા.

તો વિદેશથી બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાનના પ્રમુખ સામેલ થયા હતા. આ ઉપરાતં સાંસદો અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ આમંત્રણ મોકલાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન