mukesh-ambani-became-asia-s-richest-person-leaves-alibaba
  • Home
  • Business
  • અલીબાબાના જેક માને છોડી આ ગુજરાતી બન્યો એશિયાનો સૌથી અમીર વ્યક્તિ

અલીબાબાના જેક માને છોડી આ ગુજરાતી બન્યો એશિયાનો સૌથી અમીર વ્યક્તિ

 | 7:32 pm IST

રિલાયંસ ઈન્ડરસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણી એશિયાના સૌથી અમીર શખ્સ બની ગયા છે. તેમને અલીબાબા ગ્રુપના ફાઉન્ડર જેક માને પાછળ છોડી દીધા છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ અનુસાર, શુક્રવારે રિલાયંસ ઈન્ડરસ્ટ્રીઝનું નેટવર્ક 44.3 બિલિયન ડૉલર આંકવામાં આવ્યું છે, જ્યારે, જેક માની કુલ નેટ વર્થ 44 બિલિયન ડૉલર આંકવામાં આવી છે.

આ વર્ષે અંબાણીના નેટ વર્થમાં 4 બિલિયન ડૉલરનો વધારો થયો છે. તેના મુકાબલે જેક માના અલીબાબા ગ્રુપનો આ વર્ષે 1.4 બિલિયન ડૉલરનો ઘટાડો થયો છે. તમને જણાવી દઈએ કે, આ વર્ષે મુંબઈમાં આયોજિત થયેલા રિલાયંસ ઈન્ડરસ્ટ્રીઝની એજીએમમાં મુકેશ અંબાણીએ જણાવ્યું કે વર્ષ 2025 સુધી રિલાયંસ બે ઘણું થઈ જશે.

જ્યારે, એજીએમમાં રિલાયંસે જિયો ગીગા ફાઈબરના લૉન્ચિંગની પણ જાહેરાત કરી છે. અંબાણીએ જણાવ્યું હતું કે, જિયો ગીગા ફાઈબરને કંપની પહેલા 1100 શહેરોમાં શરૂ કરવા જઈ રહી છે. તેના મારફતે 1 જીબીપીએસની સ્પીડથી ગ્રાહક ડેટાનો ઉપયોગ કરી સકશે. જ્યારે, તેનો 15 ઓગસ્ટથી તેનું રજિસ્ટ્રેશન શરૂ થશે.

અગાઉ રિલાયંસ ઈન્ડરસ્ટ્રીઝ લગભગ 11 વર્ષ બાદ બીજી વખત 100 અરબ ડૉલરના ક્લબમાં સામેલ થઈ ગઈ છે. આવી બનનાર રિલાયંસ બીજી ભારતીય કંપની છે. અગાઉ ટીસીએસ પણ 100 અરબ ડૉલરના ક્લબમાં સામેલ થઈ છે.