મુકેશ અંબાણી છે, ભારત સરકારને 20 દિવસ ચિંતા નથી - Sandesh
  • Home
  • Uncategorized
  • મુકેશ અંબાણી છે, ભારત સરકારને 20 દિવસ ચિંતા નથી

મુકેશ અંબાણી છે, ભારત સરકારને 20 દિવસ ચિંતા નથી

 | 11:46 am IST

વિશ્વમાં આમ તો અનેક અબજોપતિ છે. તેઓ તેમની દેશની સરકારનો ખર્ચ કેટલા દિવસ સુધી ઉપાડી શકે છે તે જાણવા માટે બ્લૂમબર્ગે 2018 રોબિન હૂડ ઈન્ડેક્સ બનાવ્યો છે. 49 દેશોને આવરી લેતાં રોબિન હુડ ઈન્ડેક્સમાં વિવિધ દેશોની સરકારો, તેમના જૂદા જૂદા ખર્ચા અને  જે તે દેશની સૌથી ધનિક વ્યક્તિને આવરી લેવાઈ છે.  વિશ્વના 49 દેશોમાંથી માત્ર ચાર જ દેશ અંગોલા, ઓસ્ટ્રેલિયા, ચિલી અને નેધરલેન્ડમાં સૌથી ધનિક વ્યક્તિ મહિલા છે.

રોબિનહુડ ઈન્ડેક્સ મુજબ ભારતના સૌથી ધનિક મુકેશ અંબાણી કુલ 20 દિવસ સુધઈ ભારત સરકારનો ખર્ચ વહન કરી શકે છે. ભારત સરકારનો દૈનિક ખર્ચ 198.72 કરોડ ડોલર છે અને મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 4030 કરોડ ડોલર છે. જીડીપીની સરખામણીએ ભારત સરકારનો ખર્ચ 27.3 ટકા જેટલો છે.

સાયપ્રસમાં સૌથી ધનિક વ્યક્તિ જ્હોન ફ્રેડરિક્સન છે. તેઓ તેમના દેશની સરકાર 441 દિવસ સુધી ચલાવી શકે છે. 2018 મુજબ સાયપ્રસ સરકારનો અંદાજિત ખર્ચ 2.36 કરોડ ડોલર છે. ફેડરિકશન 1000 કરોડ ડોલરની સંપત્તિ ધરાવે છે અને સૌથી લાંબા સમય સુધી દેશનો ખર્ચ પોતાને માથે ઉપાડી શકે છે.

વિશ્વના 16માં સૌથી મોટા અબજોપતિ જેક મા ચીન સરકારનો ખર્ચ માત્ર ચાર દિવસ વહન કરવાની સ્થિતિમાં છે. તેમની પાસે 4780 કરોડ ડોલરની કુલ સંપત્તિ છે. જ્યારે જેફ બેજોય 9900 કરોડ ડોલરની સંપત્તિ ધરાવે છે અને અમેરિકાનો ખર્ચ માત્ર પાંચ જ દિવસ ઉપાડી શકે તેમ છે.