Mukesh Ambani Daughter Isha Ambani photo viral
  • Home
  • Featured
  • Photos: ગુલાબી લહેંગામાં ઈશા અંબાણીનો રોયલ અવતાર, લગ્નબાદ લાગી રહી છે પરી

Photos: ગુલાબી લહેંગામાં ઈશા અંબાણીનો રોયલ અવતાર, લગ્નબાદ લાગી રહી છે પરી

 | 12:02 pm IST

દેશના સૌથી અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીની પુત્રી ઇશાના 12 ડિસેમ્બરે ખુબજ ધામધુમપૂર્વક લગ્ન થયા હતા. લગ્ન પછી અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. થોડા સમય પહેલા તેના પિયરમાં એક પ્રીવેડિંગ સેરમની યોજાઈ હતી તેની ફૈબાની પુત્રીનું આ ફંક્શન હતુ જેમાં ઇશા ખુબજ આકર્ષક લાગતી હતી. હાલ ઇશાની કેટલીક મનમોહક તસવીરો સામે આવી રહી છે.

ઈશા તેની ડ્રેસિંગ સેન્સ અને ફેશનને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. આ વખતની તસવીરોમાં ઇશા પિન્ક કલરના ખુબસુરત લહેંગામાં આકર્ષણ જમાવી રહી છે. આ લહેંગાને અબુ જાની અને સંદિપ ખોસલાએ ડિઝાઇન કરેલ છે. ઇશા રાજકુમારી લાગી રહી છે.

ઇશા ભારતીય પરિધાન પહેરવાનું ખુબજ પસંદ કરે છે. કોટનના કુર્તાઓ અને પ્રિન્ટેડ કુર્તા તેને ખુબજ પસંદ છે. કોઈ ફંક્શન હોય ત્યારે ઇશા મોટાભાગે ભારતીય અને આંતરરાષ્ટ્રીય ડિઝાઈનર કપડા પહેરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન