mukesh-ambani-daughter-isha-ambani-with-husband-anand-piramal-on-haldi-cerem
  • Home
  • Featured
  • PHOTOS: લગ્નના એક મહીના બાદ ઈશા અંબાણીના પીઠીના ફોટાઓ આવ્યા સામે

PHOTOS: લગ્નના એક મહીના બાદ ઈશા અંબાણીના પીઠીના ફોટાઓ આવ્યા સામે

 | 10:53 am IST

મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલનો એક ફોટો હાલ સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો ઇશા અંબાણીની પીઠીના છે. જેને સબ્યાસાચી મુખર્જીએ હાલમાં પોસ્ટ કર્યો છે. આ પોસ્ટને લાખો લોકો લાઈક કરી ચુક્યા છે.

આ ફોટામાં ઈશા અંબાણી અને આનંદ પીરામલ બંનેએ પીળા કલરના કપડા પહેર્યા હતા. ઈશાના આ લુકને ખાસ બનાવી રહી છે તેણે પહેરેલી જ્વેલરી. આજ્વેલરી આજકાલ ખુબજ ટ્રેન્ડમાં છે. આ કપલે પીળા રંગના જે વસ્ત્રો પહેર્યા હતા તેને સવ્યાસાચીએ તૈયાર કર્યા છે આ સ્ટાઈલિસ્ટ એમી પટેલની સ્ટાઇલનો કમાલ છે. જેમા ઈશા કોઈ રાજકુમારી જેવી શોભી રહી છે.

આપને જણાવી દઈએ કે ઈશા અંબાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીની પુત્રી છે. તેમના લગ્ન 12 ડિસેમ્બર અંબાણી રેસીડન્સી એટીલિયામાં પીરામલ ગ્રુપના ચેરમેન અજય પીરામલના પુત્ર આનંદ પીરામલ સાથે થયા છે. ઉદયપુરમાં ઓબેરોય ઉદય વિલા અને સિટી પેલેસમાં સંગીત સેરેમની રાખવામાં આવી હતી. જેમાં સમગ્ર બોલીવુડ ઉમટી પડ્યુ હતુ. રિસેપ્શન જિયો ગાર્ડનમાં રાખવામાં આવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.