Mukesh Ambani Did Presentation For Jio Institute of Eminence
  • Home
  • Business
  • જિયો ઇન્સ્ટિટ્યૂટને વિશેષ દરજ્જો અપાવવા ખુદ મુકેશ અંબાણીએ આપ્યુ હતુ પ્રેઝન્ટેશન!

જિયો ઇન્સ્ટિટ્યૂટને વિશેષ દરજ્જો અપાવવા ખુદ મુકેશ અંબાણીએ આપ્યુ હતુ પ્રેઝન્ટેશન!

 | 1:00 pm IST

જિયો ઇન્સ્ટિટ્યૂને ‘ઇન્સ્ટિટ્યૂટ ઑફ એમિનેંસ’નો દરજ્જો અપાવવા માટે ખુદ રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝનાં CMD મુકેશ અંબાણીએ મોરચો સંભાળ્યો હતો. 6 ઇન્સ્ટિટ્યૂટ ઑફ એમિનેંસની પસંદગી કરનારી કમિટી સામે ખુદ અંબાણીએ પ્રેઝન્ટેશન આપ્યુ હતુ. તેમની સાથે વિનય શીલ ઓબેરૉય હતા જેમણે માનવ સંસાધન વિકાસ મંત્રાલયમાં ઉચ્ચ શિક્ષા સચિવનાં પદથી રિટાયર થયાનાં 1 વર્ષમાં જ એજ્યુકેશન મામલે એડવાઇઝર તરીકે રિલાયન્સ જોઇન કર્યું હતુ.

ઑબેરોયનાં નેતૃત્વમાં 8 સભ્યોની ટીમ પૂર્વ ચીફ ઇલેક્શન કમિશ્નર એન. ગોપાલસ્વામીની અધ્યક્ષતા વાળી એમ્પાવર્ડ એક્સપર્ટ કમિટી સામે નવી દિલ્લીમાં પ્રેઝન્ટેશન આપ્યુ હતુ. પ્રેઝન્ટેશન ખુદ અંબાણીએ આપ્યુ હતુ. જણાવવામાં આવી રહ્યું છે કે કમિટીનાં દરેક પ્રશ્નનો જવાબ ખુદ અંબાણીએ આપ્યો હતો. અંબાણીએ આવો જ પ્રસ્તાવ યુપીએ સરકાર વખતે પણ આપ્યો હતો, જ્યારે વિશ્વ સ્તરની વિદ્યાલયોનાં પ્રસ્તાવ પર વિચાર થઇ રહ્યો હતો.

ઑબેરોય માનવ સંસાધન વિકાસ મંત્રાલયનાં ઉચ્ચ શિક્ષા વિભાગમાં માર્ચ 2016માં ઉચ્ચ પૉસ્ટ પર હતા, જ્યારે વર્લ્ડ ક્લાસ ઇન્સ્ટિટ્યૂટ્સ અથવા ઇન્ટિટ્યૂટ્સ ઑફ એમિનેંસ સ્કીમની જાહેરાત કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી. ઑબેરોયનાં એચઆરડી સેક્રેટરી રહેવા દરમિયાન આ સ્કીમ પર મંત્રાલય અને પ્રધાનમંત્રી કાર્યાલય વચ્ચે વિસ્તારથી ચર્ચા થઇ હતી. જો કે તેઓ ફેબ્રુઆરી 2017માં રિટાયર થઇ ગયા હતા અને ઇન્સ્ટિટ્યૂટ્સ ઑફ એમિનેંસ રેગ્યુલેશન્સની જાહેરાત સપ્ટેમ્બર 2018માં કરવામાં આવી હતી. EECની રચનાં ફેબ્રુઆરી 2018માં થઇ હતી અને આ વર્ષે એપ્રિલમાં પ્રેઝન્ટેશનની શરૂઆત થઇ હતી.

નિયમ એવો છે કે રિટાયર થયા પછી 1 વર્ષ સુધી IAS કોઇપણ કમર્શિયલ ઑફર સ્વીકાર ના કરી શકે. 1979 બેચનાં IAS ઑફિસર ઑબેરોયએ માર્ચ 2018 પછી રિલાયન્સ સાથે નવી સફર શરૂ કરી હતી. આ મામલે રિલાયન્સે ETનાં પ્રશ્નોનાં જવાબ આપ્યા નહતા. ઑબેરોયે પણ રિલાયન્સ સાથે જોડાવાના ETનાં કૉલ અને મેસેજનો જવાબ આપ્યો નહતો.