Bollywood celebrities attend Ganesh chaturthi celebration in antilia
  • Home
  • Featured
  • Photos: મુકેશ અંબાણીના એન્ટીલિયામાં ગણેશ ઉત્સવની ધૂમ, બોલિવુડ સ્ટારર્સ, ક્રિકેટરોનો જમાવડો

Photos: મુકેશ અંબાણીના એન્ટીલિયામાં ગણેશ ઉત્સવની ધૂમ, બોલિવુડ સ્ટારર્સ, ક્રિકેટરોનો જમાવડો

 | 8:41 am IST

દેશના દિગ્ગજ બિઝનેસમેન એવા મુકેશ અંબાણી ભારતીય સંસ્કૃત્તિમાં ખુબજ વિશ્વાસ ધરાવે છે. તેમને ત્યાં દરેક તહેવારને ખુબજ ધામધુમ પૂર્વક ઉજવાય છે. હાલ સમગ્ર દેશમાં ગણેશ ચતુર્થીની ઉજવણી થઈ રહી છે તો અંબાણી પરિવાર કેમ પાછળ રહે. દર વખતની જેમ આ વખતે પણ મુકેશ અંબાણીને ત્યાં ગણેશ ભગવાનની વિધિવત સ્થાપના અને પૂજા અર્ચના કરવામાં આવી છે. આ ખાસ અવસર પર તેમને ત્યાં નજીકના સગાવહાલાઓથી લઈને બોલિવુડની સેલિબ્રિટિઝ પણ ઉમટી આવી છે અને બાપ્પાના દર્શનનો લ્હાવો લઈ રહ્યા છે.

મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી તેમની પુત્રી ઇશા અંબાણી આ અવસરે હંમેશાની જેમજ સજીધજીને નજરે ચડ્યા હતા. બોલિવુડના કેટલાયે સિતારાઓ એવા છે જેમને ત્યાં ગણેશ ઉત્સવ ઉજવાય છે. આ ખાસ અવસરે એન્ટીલિયાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યુ છે. રોશની અને સાજ સજાવટથી રોનક જોનારા જોતા જ રહી જાય તેવો નજારો છે.

આ વખતે અંબાણી પરિવારમાં આ અવસર ખુબજ ખાસ છે કેમકે જ્યારે મુકેશ અંબાણીના પુત્રના લગ્ન થયા ત્યાર પછીનો આ પહેલો મોટો અવસર છે અને ઈશા અને આકાશના લગ્ન પછી આ પહેલો અવસર અને પહેલી ગણપતિ પુજા હોવાથી આ મોકો પરિવાર માટે પણ ખાસ છે. બોલિવુડ અને ક્રિકેટ જગતની દિગ્ગજ હસ્તીઓ આ ખાસ અવસરે બાપ્પાના દર્શન કરી આશિર્વાદ લેવા ઉમટી પડ્યા છે.

આ અવસરે અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સાથે ખાસ હાજર રહ્યા હતા. તો અનિલ કપૂર, જીતેન્દ્ર, અનુ મલિક, ક્રિકેટર હાર્દિક પંડ્યા, રાજકુમાર હિરાણી, વિદ્યા બાલન સિદ્ધાર્થ મલ્હોત્રા, ઈશા કોપિકર ટિમી નારંગ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન