Mukesh Ambani House Antilia near bomb scare Case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • મુકેશ અંબાણીને ધમકી કેસમાં ચોંકાવનારો ખુલાસો: આતંકવાદી સંગઠને જવાબદારી લેતા કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

મુકેશ અંબાણીને ધમકી કેસમાં ચોંકાવનારો ખુલાસો: આતંકવાદી સંગઠને જવાબદારી લેતા કહ્યું- પિક્ચર અભી બાકી હૈ

 | 9:48 am IST
  • Share

મહારાષ્ટ્ર (Maharashtra)ની રાજધાની મુંબઇ (Mumbai)માં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani)ના ઘરની બહાર વિસ્ફોટકની મળ્યાના કેસમાં રવિવારે મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટસના મતે આતંકી સંગઠન જૈશ-ઉલ-હિંદે અંબાણીના ઘરની બહાર વિસ્ફોટક મૂકયાની જવાબદારી લીધી છે. કહેવાય છે કે ઘટનાની જવાબદારી લેતા જૈશ-ઉલ-હિંદે કહ્યું કે મોટું પિકચર આવવાનું હજી બાકી છે. આપને જણાવી દઇએ કે આ કેસમાં એનઆઇએ (NIA) અને મુંબઇ પોલીસ (Mumbai Police)ની ક્રાઇમ બ્રાન્ચ (Crime Branch) તપાસમાં લાગી છે.

એક ટેલિગ્રામ સંદેશ દ્વારા જૈશ-ઉલ-ઉલ હિંદે દાવો કર્યો કે એસયુવીમાં વિસ્ફોટક મૂકનાર આતંકવાદી સહી-સલામત ઘરે પહોંચી ગયા છે. સંદેશમાં આગળ લખ્યું છે કે આ તો માત્ર એક ટ્રેલર હતું અને આખું પિક્ચર હજી આવવાનું બાકી છે. મેસેજમાં મુકેશ અંબાણીથી પૈસાની પણ માંગણી કરી છે. લખ્યું છે કે જો અંબાણી તેમની માંગણીઓને માંગતા નથી તો નેકસ્ટ ટાઇમ તેમના દીકરાની કાર પર હુમલો કરશે. આતંકવાદીઓએ લખ્યું છે કે તમે (અંબાણી) જાણે છે કે શું કરવાનું છે. જે પૈસા આપવાનું તમને કહ્યું છે તે ટ્રાન્સફર કરો અને તમારા ‘ફૈટ કિડસ’ની સાથે ખુશીથી રહો.

આપને જણાવી દઇએ કે આ કેસમાં મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ અને એનઆઇએ બંને મળીને તપાસ કરી રહ્યા છે. પોલીસે પહેલાં જ કેસમાં ટેરર એંગલનો અંદેશો વ્યક્ત કર્યો હતો. જો કે કોઇ આતંકવાદી સંગઠનની તરફથી જવાબદારી ના લેતા પોલીસ સ્પષ્ટપણે તેની પુષ્ટિ કરી રહ્યું નહોતું. આ વિસ્તારમાં લાગેલા એક સીસીટીવી ફૂટેજમાં કાર પાર્ક કરતાં એક શંકાસ્પદને પણ જોયો છે. તેણે પોતાના ચહેરા પર માસ્ક લગાવ્યું હતું. પોલીસે શંકાસ્પદને ઓળખી લીધો છે અને કેસમાં તેના કનેકશનની તપાસ ચાલે છે.

પોલીસને એવી માહિતી પણ મળી છે કે કારમાં જે વિસ્ફોટક ઉપયોગ કરાયો છે તે કાનપુરમાં બન્યો છે. પોલીસે વિસ્ફોટક નિર્માણ કંપની પાસેથી વિસ્તૃત માહિતી મેળવી છે. કારમાં જે ધમકીભર્યો પત્ર મળ્યો હતો તે ગુજરાતી ભાષામાં હતો. તો આતંકી સંગઠને કેસની જવાબદારી લેતા જે પોતાનો સંદેશ મોકલ્યો છે તે અંગ્રેજીમાં છે.

શું છે કેસ
વાત એમ છે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર જિલેટીનથી ભરેલી કાર મળી હતી. પોલીસે કહ્યું કે અઢી કિલોગ્રામ વજનના 20 જિલેટીન કારમાંથી મળ્યા હતા, જે અંદાજે 3000 સ્કવેર ફૂટના પરિસરને નુકસાન પહોંચાડવા માટે પૂરતો છે. ત્યારબાદથી સુરક્ષા એજન્સીઓમાં હડકંપ મચી ગયો. આખું શહેર છાવણીમાં ફેરવાઇ ગયું.

મુંબઇ પોલીસ ઠેર-ઠેર નાકાબંધી કરીને ચેકિંગ અભિયાન ચલાવી રહ્યું છે. અંબાણીના ઘરની નજીકથી જ મળેલ જિલેટીનથી ભરેલ સ્કોર્પિયોમાં એક ધમકીભર્યો પત્ર પણ મળ્યો. આ પત્રમાં લખ્યું હતું – મુકેશ ભૈયા, નીતા ભાભી યે તો ટ્રેલ થા. પૂરી પિક્ચર અભી બાકી હૈ. હમારી તૈયારી પૂરી હો ચૂકી હૈ.

 આ વીડિયો પણ જુઓ : ગાંધીનગરના કલોલમાં EVM ખોટકાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન