mukesh ambani in competition with alibaba and amazon
  • Home
  • Business
  • મુકેશ અંબાણી અલીબાબાને પછાડી એમેઝોનને ટક્કર આપવાની તૈયારીમાં, જાણો શું છે ફોર્મ્યુલા

મુકેશ અંબાણી અલીબાબાને પછાડી એમેઝોનને ટક્કર આપવાની તૈયારીમાં, જાણો શું છે ફોર્મ્યુલા

 | 2:55 pm IST

મુકેશ અંબાણીની કુલ સંપત્તિ રૂપિયા 3.81 લાખ કરોડ છે. મુકેશ અંબાણીનો આજે જન્મદિવસ છે. તેઓ 62 વર્ષના થઈ ગયા છે. તેઓ એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ છે. પાછલા વર્ષે જુલાઈમાં અંબાણીએ ચાઇનાની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની Alibabaના સ્થાપક અને ચેરમેન જેક માને નેટવર્થ મામલે પાછળ રાખી દિધા હતા. આ વર્ષ જાન્યુઆરીમાં એક અહેવાલ પ્રમાણે અંબાણી જીઓ દ્વારા ભારતના જેક મા અથવા જેફ બેઝોસ બનવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યાં છે. ગુરુવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૌથા ક્વાર્ટરના પરિણામો આવ્યા, જેમા કંપનીનું નેટ પ્રોફિટ 9.8% વધુ તેનો ચોખ્ખો નફો રૂપિયા 10,362 કરોડ સુધી પહોંચી ગયો છે. તેમાં જીયોનો રૂપિયા 840 કરોડનો નફો સામેલ છે.

ઈ-કોમર્સ પ્લેટફોર્મ માટે 10 હજાર સ્ટોર્સ
જાન્યુઆરીમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુકેશ અંબાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં કહ્યું હતું કે રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયો ઇન્ફોકોમ સંયુક્ત રીતે એક નવું ઇ-કોમર્સ પ્લેટફોર્મ લોન્ચ કરશે. રિલાયન્સ રીટેલના દેશભરમાં 10 હજાર કરતા વધુ સ્ટોર્સ છે. જીઓ ગ્રાહકોની સંખ્યા 300 કરોડથી વધુ છે. બ્રોકરેજ ફર્મ યુબીએસએ પોતાના અહેવાલમાં જણાવ્યું કે જે રીતે ચીનમાં અલીબાબાને સ્થાનિક કંપની હોવાથી અને સસ્તી દરોમાં સેવાઓ તેમજ સામાન વેચવાનો ફાયદો મળ્યો, તેજ રીતે ભારતમાં પણ રિલાયન્સને સમાન પ્રકારનો લાભ મેળી શકે છે.

જેક માનો ફોર્મ્યુલા
જેક માએ 1999માં નાના દુકાનદારોની સાથે મળી એક ચેન બનાઇ હતી. જેથી ઓનલાઇન ખરીદી કરનારાઓને દેશના કોઈપણ ખૂણેથી સ્થાનિક વિક્રેતાઓના સ્ટોરમાંથી સામાન મળી શકે. એવું માનવામાં આવે છે કે અંબાણી પણ આ પ્રકારની યોજનાઓનું આયોજન કરે છે. અંબાણી એક એવું પ્લેટફોર્મ બનાવવા માંગે છે, જેમાં ગ્રાહકોને 24 કલાકની અંદર માલ પહોંચાડવામાં આવે અને તેઓ માલ-સામાનને લગતી ઓફલાઇન ફરિયાદો પણ કરી શકે. જેક માએ પણ આ રીતે જ કર્યું હતુ. એટલે પછી એમેઝોન બાદ વિશ્વની બીજા ક્રમની સૌથી મોટી ઈ-કોમર્સ કંપની અલીબાબા બની છે.

બેઝોસનો ફોર્મ્યુલા
વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ અને એમેઝોનના વડા જેફ બેઝોસ ઇ-કોમર્સ વ્યવસાય વધારવા અત્યાર સુધી 75થી વધુ કંપનીઓમાં રોકાણ કરી ચુક્યા છે તથા તેને ખરીદી ચુક્યા છે. અંબાણીએ પણ પાછલા બે વર્ષમાં 25 નાની કંપનીઓમાં હિસ્સો ખરીદ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન