એશિયાનાં બીજા નંબરનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, જાણો પ્રથમ ક્રમે કોણ? - Sandesh
  • Home
  • India
  • એશિયાનાં બીજા નંબરનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, જાણો પ્રથમ ક્રમે કોણ?

એશિયાનાં બીજા નંબરનાં સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી, જાણો પ્રથમ ક્રમે કોણ?

 | 7:52 pm IST

આ વર્ષે નેટવર્થમાં રૃ. 12.1 અબજ ડોલરનાં એટલે કે આશરે રૃ. 77,000 કરોડનાં વધારા સાથે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં ચેરમેન મુકેશ અંબાણી એશિયાનાં બીજા ક્રમનાં સૌથી ધનિકમાં ધનિક વ્યક્તિ બન્યા છે. તેમણે હોંગકોંગનાં લી કા શિંગને પછાડીને બીજું સ્થાન મેળવ્યું છે. તેમની કુલ નેટવર્થ રૃ. 2.2 લાખ કરોડ એટલે કે 34.8 અબજ ડોલર થઈ છે. લી કા શિંગ અત્યાર સુધી એશિયાનાં બીજા નંબરનાં ધનિક વ્યક્તિનું સ્થાન ધરાવતા હતા.

બ્લૂમબર્ગ બિલિયોનર ઈન્ડેક્સમાં જણાવ્યા મુજબ અંબાણીની કુલ નેટવર્થ વધીને રૃ. 2.2 લાખ કરોડ વધતાં વર્ષ 2016નાં અંતે તેઓ વિશ્વનાં સૌથી ધનિક અબજોપતિઓની યાદીમાં 19મા ક્રમે પહોંચ્યા છે. આ અગાઉ તેઓ આ યાદીમાં 29મા નંબરે હતા.

રિલાયન્સ દ્વારા મોબાઈલ ક્ષેત્રે રિલાયન્સ જિયો ૪G નેટવર્ક શરૃ કરવામાં આવ્યા પછી તેમની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેરનાં ભાવમાં જંગી વધારો થતા તેમની નેટવર્થ વધી છે. તેમની રિટેલ અને ટેલિકોમ કંપનીએ પણ જંગી કારોબાર કર્યો છે.

રિલાયન્સ જિયો દ્વારા તાજેતરમાં જિયોફોન અને એડવાન્સ ર્ફન્ઈ ફીચર ફોન મફતમા લોન્ચ કરવામાં આવ્યા પછી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનાં શેરનાં ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જો કે 3 વર્ષ માટે રૃ. 1500 સિક્યુરિટી ડિપોઝિટ લઈને આ ફોન લોકોને આપવામાં આવશે.

રિલાયન્સ જિયોના આગમન પછી ભારતનાં ટેલિકોમ સેક્ટરમાં મોટો ખળભળાટ મચી ગયો છે. ટેલિકોનનાં દરમાં ઘટાડો થયો છે. લોકોને સસ્તા દરે ઈન્ટરનેટ ડેટા યૂસેઝ મળતા થયા છે. મફત વોઈસ કોલની સુવિધા મળતી થઈ છે. રિલાયન્સ જિયો નામની કંપની શરૃ થયાનાં માત્ર 9 મહિનામાં જ તેનાં ગ્રાહકોની સંખ્યા વધીને 11.73 કરોડ થઈ છે. ટેલિકોમ ક્ષેત્રે રિલાયન્સ જિયો ભારતમાં ચોથા નંબરની સૌથી મોટી ઓપરેટર કંપની બની છે.

રિલાયન્સ દ્વારા રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે મોટાપાયે રોકાણ કરવામાં આવ્યું છે. જે આશરે 18 અબજ ડોલર થવા જાય છે.

મુકેશ અંબાણી પછી ત્રીજા નંબરે પહોંચેલા લી કા શિંગની કુલ સંપત્તિ 33.3 અબજ ડોલર થઈ છે. ચીનનાં અલીબાબા ગ્રૂપનાં માલિક જેક મા એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિનું સ્થાન ધરાવે છે. મુકેશ અંબાણી 2008 થી 2012 સુધી એશિયાનાં સૌથી ધનિક વ્યક્તિ હતા. જો કે 2012 પછી ચીનના જેક મા અને હોંગકોંગનાં લી કા શિંગ પહેલા અને બીજા ક્રમે હતા.