ભારતમાં `ધનદોલત’માં મુકેશ અંબાણીને તોલે કોઈ નહીં - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ભારતમાં `ધનદોલત’માં મુકેશ અંબાણીને તોલે કોઈ નહીં

ભારતમાં `ધનદોલત’માં મુકેશ અંબાણીને તોલે કોઈ નહીં

 | 5:22 pm IST

ભારતને 2017માં 56 નવા અબજોપતિ મળ્યાં છે. આ સાથે જ ભારતમાં એવા લોકોની સંખ્યા 131 થઈ ગઈ છે. હરૂન ગ્લોબલ તરફથી જાહેર કરાયેલી અબજોપતિઓની યાદીમાં ચીન 819 અબજોપતિઓ સાથે પ્રથમ ક્રમે છે. અમેરિકામાં 715 અબજોપતિ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (આરઆઈએલ)ના ચેરમેન મુકેશ અંબાણી 45 અબજ ડોલર (રૂ. 2.92 લાખ કરોડ જેટલી) સંપત્તિની સાથે યાદીમાં સૌથી ધનિક ભારતીય છે.

પતંજલિ આયુર્વેદના આચાર્ય બાલકૃષ્ણે 8મો નંબર જાળવી રાખ્યો છે. ગત વર્ષે પણ તેઓ આઠમાં ક્રમે જ હતાં. 2015માં આચાર્ય બાલકૃષ્ણ યાદીમાં 25માં સ્થાને હતાં. ભારતમાં સૌથી વધારે અબજોપતિ મુંબઈમાં છે. આ મહાનગરમાં કુલ 55 અબજોપતિ છે જે પછી દિલ્હીનું સ્થાન છે જ્યાં 29 અબજોપતિઓનો રહે છે. ભારતમાં સૌથી વધારે અબજોપતિ ફાર્મા સેક્ટરમાં છે. ફાર્મા સેક્ટરમાંથી 19 અબજો પતિ છે. આ પછી ઓટોમોબાઈલ અને કોમ્પોનેન્ટ સેક્ટરમાંથી 14 અને કંન્ઝ્યૂમર પ્રોડ્ક્ટસ સેક્ટરમાં 11 અબજોપતિ છે.

ભારતીય અબજોપતિઓની કુલ સંયુક્ત સંપત્તિ 49 ટકા વધીને 454 અબજ ડોલર થઈ ગઈ છે. જ્યારે આ અબજોપતિઓની વય 64 વર્ષ જેટલી છે. ચીનમાં 819 અને અમેરિકામાં 571 અરબપતિઓ છે.