જાણો, દુનિયાના અબજોપતિ પોતાની સંપત્તિમાંથી કેટલા દિવસ ચલાવી શકે દેશ? - Sandesh
  • Home
  • World
  • જાણો, દુનિયાના અબજોપતિ પોતાની સંપત્તિમાંથી કેટલા દિવસ ચલાવી શકે દેશ?

જાણો, દુનિયાના અબજોપતિ પોતાની સંપત્તિમાંથી કેટલા દિવસ ચલાવી શકે દેશ?

 | 6:57 pm IST

ભારતના સૌથી અમીર ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સંપત્તિ 40.3 અરબ ડૉલર છે. તેઓ પોતાના ખર્ચે આખા ભારત દેશની સરકાર 20 દિવસ સુધી ચલાવી શકે છે. જો કોઈ દેશના સૌથી અમીર વ્યક્તિએ પોતાનો દેશ ચલાવવો પડે તો પોતાની સંપત્તિ દ્વારા કેટલા દિવસ ચલાવી શકે તેને લઈને કરવામાં આવેલા એક સર્વેમાં આ બાબત સામે આવી છે. આ સર્વેમાં 49 દેશોને શામેલ કરવામાં આવ્યાં હતાં.

49 હસ્તીઓની યાદીમાં 4 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. તેઓ અંગોલા, ઓસ્ટ્રેલિયા, ચિલી અને નેધરલેન્ડનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આ યાદીમાં જે તે દેશની સરકારના ખર્ચા અને ત્યાંના સૌથી અમીર વ્યક્તિની કુલ સંપત્તિની સરખામણી કરવામાં આવી છે. બ્લૂમબર્ગે જાહેર કરેલા રોબિનહૂડ ઈંડેક્સમાં આ બાબત જણાઈ આવી હતી.

જો કોઈ સરકરના ખજાના અચાનક ખાલી થઈ જાય અને તેવી સ્થિતિમાં દેશ ચલાવવાનો વારો આવે તો અને તે દેશનો સૌથી અમીર વ્યક્તિ તેની સંપત્તિ દાન કરી દે તો તેનાથી કેટલા દિવસ સરકાર ચલાવી શકાય? આ યાદીમાં સાઈપ્રસ નામના ટચુકડા દેશનું પણ છે. સાઈપ્રસના સૌથી અમીર વ્યક્તિ જોન ફ્રેડ્રિકસેન પોતાની 10 બિલિયન ડોલરની કુલ સંપત્તિ વડે એક વર્ષથી પણ વધારે સમય સુધી પોતાના દેશનું વહન કરવા સક્ષમ છે.

ચીનના ઉદ્યોગપતિ જેક મા 45.5 અરબ ડૉલરની સંપત્તિ સાથે માત્ર 4 જ દિવસ પોતાના દેશ ચીનનું વહન કરી શકે છે. જ્યારે રિલાયંસ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી 40.3 અરબ ડૉલરની સંપત્તિ વડે ભારત દેશની સરકાર 20 દિવસ સુધી ચલાવી શકે છે. તેવી જ રીતે દુનિયામાં સૌથી વધારે સંપત્તિ ધરાવતા એમેઝોન કંપનીના માલિક જેફ જેબોસ પોતાના દેશ અમેરિકાનો 5 દિવસનો ખર્ચ ઉઠાવી શકે છે.

આ યાદીમાં જે દેશોની સરકાર ચલાવવી સૌથી મોંઘી પડે છે તેમાં જાપાન, પોલેન્ડ અમેરિકા અને ચીનનો સમાવેશ થાય છે.