Mukesh Ambani surpasses Warren Buffett to become world's richest man
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • વિશ્વના ધનિકોના લિસ્ટમાં ટોપ-10માં પહોંચ્યા મુકેશ અંબાણી, વોરેન બફેટને પાછળ છોડ્યા

વિશ્વના ધનિકોના લિસ્ટમાં ટોપ-10માં પહોંચ્યા મુકેશ અંબાણી, વોરેન બફેટને પાછળ છોડ્યા

 | 2:01 pm IST
  • Share

  • વિશ્વના ધનિકોના લિસ્ટમાં ટોપ-10માં પહોંચ્યા મુકેશ અંબાણી
  • અમેરિકાના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટની આગળ નિકળ્યા
  • આ વર્ષે અંબાણીની નેટવર્થમાં 24.7 અબજ ડોલરનો વધારો થયો
  • ગૌતમ અદાણી પણ આ યાદીમાં 13માં ક્રમે પહોંચી ગયા

એશિયા અને ભારતના સૌથી મોટા અમિર મુકેશ અંબાણીની નેટવર્થ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બુધવારે 1.30 અબજ ડોલરનો વધારો થયો છે. બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર તેની નેટવર્થ હવે 101 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે અને તે વિશ્વના ધનિકોની યાદીમાં 10માં સ્થાન પર આવી ગયા છે. તેણે અમેરિકાના દિગ્ગજ રોકાણકાર વોરેન બફેટની આગળ નિકળીને આ સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ વર્ષે અંબાણીની નેટવર્થમાં 24.7 અબજ ડોલરનો વધારો થયો છે. તો બીજી તરફ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી પણ આ યાદીમાં એક સ્થાન ઉપર આવી ગયા છે. તે 75.7 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ધનિકોની યાદીમાં 13માં ક્રમે પહોંચી ગયા છે. તેઓ અંબાણી પછી ભારત અને એશિયાના બીજા સૌથી ધનિક વ્યક્તિ છે. અંબાણી અને અદાણી વચ્ચે બફેટ હવે 11માં અને વિશ્વની સૌથી ધનિક મહિલા ફ્રેન્કોઇસ બેટનકોર્ટ મેયર્સ 12માં સ્થાને છે.

બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર ટેસ્લાના સીઈઓ એલન મસ્ક 228 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ છે. એમેઝોનના જેફ બેઝોસ આ યાદીમાં 191 અબજ ડોલરની સંપત્તિ સાથે બીજા ક્રમે છે. ફ્રેન્ચ ઉદ્યોગપતિ બર્નાર્ડ આર્નોલ્ટ ($ 161 અબજ) આ યાદીમાં ત્રીજા સ્થાને છે. માઈક્રોસોફ્ટના સહ-સ્થાપક બિલ ગેટ્સ ($ 128 અબજ) ચોથા નંબરે છે.

અમેરિકન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ અને ઈન્ટરનેટ ઉદ્યોગસાહસિક લેરી પેજ 123 અબજ ડોલરની નેટવર્થ સાથે પાંચમા નંબરે છે. અમેરિકન મીડિયા જાયન્ટ અને ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગ 121 અબજ ડોલરની નેટવર્થ સાથે છઠ્ઠા સ્થાને છે. ગૂગલના સહ-સ્થાપક સેરગેઈ બ્રિન 118 અબજ ડોલર સાથે સાતમા, લેરી એલિસન 110 અબજ ડોલરની સંપત્તિ સાથે આઠમા, અમેરિકન ઉદ્યોગપતિ અને રોકાણકાર સ્ટીવ બાલ્મર 106 અબજ ડોલર સાથે નવમા સ્થાને છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો