Mukesh Ambani Talked With Donald Trump In Meeting Of CEOs
  • Home
  • Business
  • ટ્રમ્પે પુછ્યું – શું તમે 5G પણ લાવી રહ્યા છો? તો મુકેશ અંબાણીએ આપ્યો આ જવાબ

ટ્રમ્પે પુછ્યું – શું તમે 5G પણ લાવી રહ્યા છો? તો મુકેશ અંબાણીએ આપ્યો આ જવાબ

 | 7:39 pm IST

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ભારતીય CEOsની સાથે મુલાકાત કરી. આ કાર્યક્રમમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં ચેરમેન મુકેશ અંબાણી પણ હાજર રહ્યા. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તમે લોકોએ અમેરિકામાં રોકાણ કર્યું છે, હું તેના પર નજર રાખુ છું. મુકેશ અંબાણીએ ડોનાલ્ડ ટ્રમ્પને કહ્યું કે, “મે અમેરિકામાં 7 અબજ ડૉલરનું રોકાણ કર્યું છે.” જેના પર તેમણે કહ્યું કે, “આ સારું છે.”

 ટ્રમ્પે પુછ્યું કે શું તમે 5G પણ લાવી રહ્યા છો?

અંબાણીએ અહીં પોતાના ટેલિકોમ બિઝનેસની પણ વાત કરી, જેના પર ટ્રમ્પે પુછ્યું કે શું તમે 5G પણ લાવી રહ્યા છો? આના પર અંબાણીએ કહ્યું કે, “હા, અમે 5Gનાં ક્ષેત્રમાં પણ પગ રાખીશું.” સાથે તેમણે એ પણ કહ્યું કે, “રિલાયન્સ એકમાત્ર કંપની છે જેણે ચાઇનીઝ કમ્પોનેંટનો ઉપયોગ નથી કર્યો.” અંબાણીએ ટ્રમ્પને તેમની લીડરશિપ માટે આભાર માન્યો.

અંબાણીએ કૉર્પોરેટ ટેક્સ રેટ ઘટાડવા માટે આભાર માન્યો

અંબાણીએ કહ્યું કે, “તમારા શાસનકાળમાં ભારતીય કંપનીઓને ત્યાં બિઝનેસ કરવાનું સરળ થયું છે. તમામ પ્રક્રિયાઓ ઝડપી અને સરળ થઈ છે. હું આશા કરું છું કે આ પ્રક્રિયા ચાલું રહેશે.” જેના પર ટ્રમ્પે કહ્યું કે, “જરૂર, પરંતુ મારે અમેરિકાનાં રાષ્ટ્રપતિ બન્યા રહેવું પડશે.” અહીં તેમણે પોતાની જીતની આશા વ્યક્ત કરી. મુકેશ અંબાણીએ ટ્રમ્પનો અમેરિકામાં કૉર્પોરેટ ટેક્સ રેટ ઘટાડવા માટે આભાર માન્યો.

2019માં મોદી સરકારે ઉદ્યોગપતિઓને કૉર્પોરેટ ટેક્સ રેટમાં રાહત આપી

તેમણે કહ્યું કે, “તમે અમેરિકામાં ટેક્સ રેટ ઘટાડ્યો, ત્યારબાદ ભારતમાં પણ ઉદ્યોગપતિઓને રાહત આપવામાં આવી. 2019માં મોદી સરકારે ઉદ્યોગપતિઓને રાહત આપતા કૉર્પોરેટ ટેક્સ રેટમાં કાપ મુકવાની જાહેરાત કરી હતી. ઉદ્યોગપતિઓએ સરકારની આ નિર્ણય માટે પ્રશંસા કરી અને આની સકારાત્મક અસર પણ જોવા મળી.”

આ વિડીયો પણ જુઓ: ખંભાતમાં અશાંતધારાના અમલની પ્રક્રિયા શરુ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન