દેવું ઘટાડવા દેશના સૌથી અગ્રણી બિઝનેસમેન મુકેશ અંબાણી ભરશે આવું પગલું - Sandesh
  • Home
  • Business
  • દેવું ઘટાડવા દેશના સૌથી અગ્રણી બિઝનેસમેન મુકેશ અંબાણી ભરશે આવું પગલું

દેવું ઘટાડવા દેશના સૌથી અગ્રણી બિઝનેસમેન મુકેશ અંબાણી ભરશે આવું પગલું

 | 4:28 pm IST

પોતાના દેવાને ઓછૂ કરવા માટે રિલાયન્સ જિયો ખુબ જ જલ્દી પોતાની બે કંપનીઓને વેચવા જઇ રહ્યું છે. જિયો પર બજારના લગભગ 3 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. આ સમગ્ર સોદો 15 બિલિયન ડૉલર(1.07 લાખ કરોડ રૂપિયા)માં થશે.

આ કંપનીઓને વેચવાની તૈયારીમાં

રિલાયન્સ જિયો પોતાના ટેલિકોમ ટાવર અને ઓપ્ટિક ફાઇબરનું વિસ્તરણ કરનાર કંપનીઓને વેચવા જઇ રહ્યું છે. આ માટે કંપનીએ વિશ્વની પ્રમુખ ઇન્ફ્રા તથા પ્રાઇવેટ ઇક્વિટી રોકાણકાર કંપની બ્રુફફીલ્ડ એસેટ મેનેજમેન્ટની પસંદગી કરી લીધી છે. રિલાયન્સ હવે બ્રુફફીલ્ડને 15 બિલિયન ડોલરમાં તેને વેચવા જઇ રહ્યું છે.

રિલાયન્સ જિયો પાસે 2.2 લાખ ટાવર

જિયોના સમગ્ર દેશમાં લગભગ 2.2 લાખ ટાવર છે. આ સિવાય 3 લાખ કિલોમીટરનું એપ્ટિક ફાઇબર છે જે 30 કરોડ ઉપભોક્તાઓ પાસે પોતાનું નેટવર્ક પહોંચાડે છે.

બ્રુકફીલ્ડ પાસે છે રિલાયન્સની સૌથી ઝડપી પાઇપલાઇન

બ્રુકફીલ્ડ પાસે હાલમાં સમગ્ર વિશ્વમાં લગભગ 330 બિલિયન ડોલરની સંપત્તિ છે. ગત વર્ષે જ કંપનીએ રિલાયન્સના સામિત્વવાળી 1400 કિલોમીટર લાંબી ઇસ્ટ-વેસ્ટ પાઇપલાઇનને 2 બિલિયન ડોલરમાં ખરિદ્યુ હતું. આ પાઇપલાઇન આંધ્રપ્રદેશના કાકીનાડાથી શરૂ થઇ ગુજરાતના ભરૂચ સુધી જાય છે. જો આ સમજૂતી થઇ જાય છે તો પછી બ્રુકફીલ્ડ સમગ્ર દેશમાં સૌથી મોટી ટેલિકોમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની બની જશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન